________________
પ્રકરણ ચોથું
ચક્રવર્તી ચોર. અનુસુંદર જન્મ
સંસારીજીવ તસ્કર પિતાની વીતક કથા કહી જશો છે. ઉન્નતિ અને અવનતિના કારણે દર્શાવ્યા. આગળ અગૃહીતકેતાને જણાવે છે.
ચાવગી! તું હવે મારી વાત ધ્યાનથી આગળ સાંભળ. હું શાથી ભયંકર ચેરની દશાને પાપે એના કારણે તારી પાસે રજુ કરું છું.
નવમા વૈવેયકેથી મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને ઉપાડી અને માનવાવાસની “ક્ષેમપુરી ” નગરીમાં લઈ આવી. આ નગરી વિશાળ બજારરૂપ “મહાવિદેહ” હમાગમાં આવેલી છે. આ વાત તને આગળ હું જણાવી ગયો . આપણે જ્યાં બેઠા છીએ એ “ સુકરછ ” નામને પ્રદેશ છે. સકચ્છ એ બત્રીશ વિજયમાંની એક વિજય ગણાય છે. આ ક્ષેમપુરી સુકચ્છ વિજયની એક નગરી છે.
ક્ષેમપુરીમાં શ્રી “ યુગન્ધર” રાજાનું રાજ્ય છે. એ સૂર્ય જેવા ઉષ્ણુજાતિર્ધર છે. મહાપ્રતાપી અને મહાપરાક્રમી