________________
૨૫૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
કર્યો. આ કારણે સદાગમને મારા ઉપર ખૂબ જ પ્રેમ થયે. અંગ ઉપાંગને અભ્યાસી બને. સમ્યગદર્શનને પ્રેમ મારા ઉપર સુસ્થિર બને.
પ્રમત્તતા નદી વિગેરે દુમના સ્થળેને ભાંગીને ભૂકકો બેલાવી દીધું. ચિત્તવૃત્તિ અટવી સુનિર્મળ બનાવી દીધી. સ્વચ્છ અને આકર્ષક બની ગઈ. પ્રથમ શૈવેયકે :
ગુરૂદેવના ચરણ કમળમાં વિચરતાં ઘણે કાળ વ્યતીત કર્યો. આયુષ્યના અંતિમ સમયે વિવિધપૂર્વક અણસણને સ્વીકાર કર્યો. અણુસણમાં ઘણું જ સમભાવ રાખે. આ કાર્યથી મારી પત્ની ભવિતવ્યતા ખૂબ પ્રસન્ન બની અને એણીએ જણાવ્યું કે આપે હવે પ્રથમ વૈવેયકે જવાનું છે.
ભવિતવ્યતાએ એક ગુટિકા આપી. આ ગુટિકા અત્યંત તેજસ્વી હતી. એ ગુટિકાના પ્રતાપે હું કપાતીત દેવામાં પ્રથમ રૈવેયકે ગયે.
પ્રમથ ગ્રેવેયકમાં હું ત્રેવીશ સાગરોપમ કાળ સુધી રહ્યો. ત્યાં દિવ્યસુખ અપાર અને અમાપ હતું. પાંચે ગ્રેવેયકે:
ત્રેવીશ સાગરોપમને સમય પૂરો થતાં મને નવીન ગુટિકા આપી. એના પ્રતાપે હું એરવત ક્ષેત્રના “સિંહપુર” નગરમાં વસતા વેણુ અને મહેન્દ્ર દંપતીના પુત્ર તરીકે થયો. મારે