________________
ઉન્નતિ અને અવનતિ
- ૨૫૭
વંત શ્રી નિર્મળસૂરીશ્વરજીએ જે જાતના સુખનું વર્ણન કરેલું તેનો સાક્ષાત્ અનુભવ થઈ રહ્યો છે. આ સંયમને સ્વીકાર :
આચાર્ય ભગવંત શ્રી નિર્મળસૂરીશ્વરજી મહારાજા વિચરતા વિચરતા આલાદમંદિર ઉદ્યાનમાં પધાર્યા. એ સમાચાર મને મળ્યા કે તરત જ હું પરિવાર સાથે ગુરૂદેવને વંદન કરવા આહ્વાદમંદિર ઉદ્યાનમાં ગયે. એમને વંદન કર્યું. ગુરૂદેવને મેં વિનંતિ કરી. * ગુરૂદેવ ! આપશ્રીની આજ્ઞા મુજબ મેં અત્યાર સુધી આરાધના કરી છે. આપની આજ્ઞા અમલમાં મુકી છે. કૃપા કરી આપ મને ભવતારણ દીક્ષા આપે.
ગુરૂદેવ- રાજન ! તેં ભાવથી દીક્ષા અંગીકાર કરેલી જ છે. માત્ર તને વ્યવહાર દષ્ટિએ દ્રવ્ય દીક્ષા આપવાની છે. વ્યવહાર એ નિશ્ચયનું સાધન છે. દ્રવ્ય એ ભાવનું કારણ છે. ' મેં કહ્યું, ગુરૂદેવ ! આપને મહા ઉપગાર. ગુરૂદેવને વંદન કરી હું નગરમાં ગયે. મારા પુત્ર જનતારણને રાજ્યગાદી ઉપર બેસાડ્યો. દીક્ષા યોગ્ય દરેક કાર્યો કર્યા.
મદનમંજરી અને મિત્ર કુલંધરને સાથે લઈ હું ગુરૂદેવ પાસે આવ્યો. ગુરૂદેવને દીક્ષા આપવા વિનંતિ કરી. ગુરૂદેવે સર્વ સમક્ષ અમને દીક્ષા આપી. હું આચાર્ય શ્રી નિમળ સૂરીશ્વરજીને શિષ્ય બન્યું.
આચાર્ય ભગવંતના ચરણે આવ્યા પછી ક્રિયાને અભ્યાસી બન્યો. ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાને અભ્યાસ ૧૭