________________
ઉન્નતિ અને અવનતિ
૨૫૫
કે દુશમનો અને દુશમનોના સ્થળેનો નાશ કરો. એ પ્રમાણે કરવામાં પણ આવ્યું. ચિત્તવૃતિ અટવી સાફ કરવામાં આવી.' એમાંના ઘણા નાશી ગયા અને ઘણાનો નાશ થયો. દુમનના નગરો ખલાસ કરાયા. લગ્ન સમારંભ :
અત્યંત હર્ષના વાતાવરણમાં મારા વિવાહનો મહોત્સવ ચાલુ થ. આ મંગલ પ્રસંગને જોઈ મારા આંતરબધુઓને ઘણે જ આનંદ થયો.
સૌ પ્રથમ આઠ માતાનું સ્થાપન કરવામાં આવ્યું. એમની યથાવિધિ પૂજા કરવામાં આવી. ઈર્ષા સમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિઝાપનિકા સમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુક્તિ એ આઠ માતાઓના નામ હતા.
નિસ્પૃહતા વેદિકા બનાવવામાં આવી. ચારિત્રધર્મરાજે માટે અગ્નિકુંડ બનાવ્યો. તેજે, પદ્મા અને શુકલા નારીઓએ વધૂકમ કર્યું. મને પીઠી ચોળવામાં આવી. નાન વિલેપન
૧ આ સ્થળે આત્માના કેટલાક કર્મોનો ક્ષય થાય છે. કેટલાક કર્મોને ઉપશમ થાય છે. ઉપશમ પામેલા કર્મો ઢાંકેલા અગ્નિ જેવા હોય છે. કયારે ભડકો થાય એ ન કહી શકાય.
૨ જનવિધિ પ્રમાણેના લગ્નમાં આ આઠ માતાઓની સ્થાપના કરવામાં આવે છે. “જેનલમવિધિ” અને આચારદિનકરમાં આ વાત સવિસ્તર છે,