________________
૨૫૩
ઉન્નતિ અને અવનતિ આપણે આ લગ્ન ન થવા દેવું જોઈએ અને જેમ બને તેમ વહેલી તકે એમાં ભંગાણ પાડવું જોઈએ.
મહામહ રાજાએ આ વાતને સમર્થન આપ્યું અને પિતાના ઘેરા સિની કેને યુદ્ધ માટે સાબદા થવાનું ફરમાન કરી દીધું. સૌ યુદ્ધ કરી લેવા હોંશમાં તૈયાર થઈ ગયા. પણ ભવિતવ્યતાની સલાહ માગી.
ભવિતવ્યતાએ જણાવ્યું, હે મહામહ રાજવી ! હાલ યુદ્ધમાં ઉતરવું તમારે માટે સારું નથી. સમયની રાહ જુવે. મારા પતિ સંસારીજીવને કર્મ પરિણામ મહારાજ અનુકૂળ છે. વળી શુભેદય વિગેરે મેટા ચાર રાજા એના પક્ષકાર બન્યા છે. આ રીતે બે બાજુની મદદ એ મેળવી ચૂકેલ છે. છતાં અવસર આવશે ત્યારે હું તમને જણાવીશ.
ભવિતવ્યતાની વાત સાંભળી સૌ વિચારમાં પડી ગયા. મહામહ વિગેરેને ક્રેજ હળવે બન્યા. તાત્કાલિક યુદ્ધને વિચાર પડતો મૂકો અને ચૂપ થઈ બેસી ગયા.
એ છતાં પણ મહામહના લુચ્ચા સૈનીકે મારી ચિત્તવૃત્તિ અટવીમાં પ્રવેશી ગયા. યોગશક્તિથી મારા વિચારોમાં ગરબડ ઉભી કરવા લાગ્યા અને વિચારો આવવા લાગ્યા કે
હું ક્ષમા વિગેરે કન્યાઓ સાથે લગ્ન કરીશ એટલે આચાર્ય શ્રી નિમર્ભસૂરીશ્વરજી મને દીક્ષા આપશે અને દીક્ષા તે ઘણું દુષ્કર છે. સાધુતાની ક્રિયા જીવન પર્યન્ત કરવાની હોય છે. મારું શરીર કમળ સુકોમળ છે. ત્યાંના કટ્ટે કઈ રીતે