________________
૨૫૦
ઉપમિતિ કથા સારિદ્વાર મહાહના સૈન્યમાં ખળભળાટ :
ગુરૂદેવ- રાજન્ ! તારા ગુણોથી આકર્ષાઈને શ્રી કર્મપરિ ણામ પ્રસન્ન બન્યા. એમણે તારી પાસે વિદ્યા કન્યાને લઈ સોધિ મંત્રીને મોકલે. એ તારી પાસે આવવા રવાના થશે.
માર્ગમાં સધને એક અવરોધ ઉભે થયો. જ્ઞાનસંવરણ અને પાપેદય વિગેરેએ સધને માગ રેકી લીધે. એ કારણે ભયંકર ત્યાં યુદ્ધ થયું.
તું એ વખતે સભાવનાઓમાં આગળ વધતું હતું. તેથી સબેધનું સૈન્ય વધુ બળવાન બન્યું અને તેઓએ જ્ઞાનસંવરણ પાદિય વિગેરેને જોરથી મુકાબલે કર્યો. પરિણામે પાપોદય વગેરે હારી ગયા અને પાછા પડયા. જ્ઞાનસંવરણ રાજા તે અમૃત બની ગયે અને તેથી વિજયધ્વજ સબેધને પ્રાપ્ત થયા. વિજયના હર્ષ પૂવર્ક વિદ્યાને સાથે લઈ એ તારી પાસે આવે. હર્ષઘેલા સધનું આગમન એ તારા હર્ષનું કારણ છે.
છતાં તારે એક વાત ધ્યાન રાખવા જેવી છે. કારણ કે જ્ઞાનસંવરણ રાજા, પાદિય સેનાપતિ વગેરે હજુ મય નથી. એ લોકેનું બળ ઘટયું છે. તારા ઉપરને રોષ ગયો નથી. અવસર આવે તને હેરાન કરવા પ્રયત્ન કરશે. હાલમાં ઢીલા થયા છે તેથી માથુ ઉચકશે નહિ પણ ચેતીને ચાલવું.
ગુણધારણ- ગુરૂદેવ ! આવી પરિસ્થિતિમાં મારે શું કરવું?
ગુરૂદેવ– ગુણધારણ! તારે સધની આજ્ઞા માનવી એના કો ચાલવાથી તારા શત્રુઓ દૂર થશે. એની આજ્ઞા જરૂર માનજે