________________
૨૪૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
આ પ્રમાણે ક્ષાંતિ, દયા, મૃદુતા, સત્યતા, ઋજુતા, અચેરતા, બ્રહ્મરતિ, મુક્તતા, વિદ્યા અને નિરીહતા એ દશ કન્યાઓ છે.
કંદમુનિ- ગુરૂદેવ ! એ ભાગ્યવતી સુકન્યાએ ગુણધારણને ક્યારે મળશે ?
ગુરૂદેવ– કંદ! શ્રી કર્મ પરિણામ મહારાજા પિતાની પત્ની કાળપરિણતિ અને અન્ય કુટુંબીઓની સંમતિ લઈ પુણ્યદયને આગળ કરી પરણાવશે ત્યારે ગુણધારણ આ કન્યાઓને પરણી શકશે.
પરન્તુ રાજાએ એ કન્યાઓ સાથે લગ્ન કરવા હોય તે શ્રી કર્મ પરિણામને અનુકુળ કરવા જોઈશે. અને એ માટે મૈત્રી પ્રમોદ વિગેરે ગુણેને જીવનમાં કેળવવા જોઈશે. એ વિના એ શકય નથી.
જે ગુણાધારણ હું કહું એ પ્રમાણે છ માસ પ્રયત્ન કરશે તે અવશ્ય એ કન્યાઓ માટે સુયોગ્ય બની શકશે. છ માસના ગુણપ્રાપ્તિના પ્રયત્નથી પ્રસન્ન બની સધ મંત્રી સ્વયં વિદ્યા નામની કન્યાને લઈ આવશે. એના ગુણધારણ સાથે લગ્ન કરાવી આપશે.
પછી સધ મંત્રી પણ ગુણધારણ પાસે રહેશે. એ એક શાણે અને વીર મંત્રી છે. એની બુદ્ધિ ઘણી જ તીવ્ર અને કાર્યસાધક છે. જે ગુણધારણ એની આજ્ઞા માનશે તે ઘણે લાભ થશે. ગુણધારણ રાજાએ આત્મહિત ખાતર સાધ મંત્રીના કથનને માન્ય રાખવું.