________________
ઉપમિતિ કથા સાર દ્વાર
ગુણધારણુ-ગુરૂદેવ ! અતિપ્રિય પ્રિયતમા મને મળી છે. સુંદર અને આખાદ રાજ્ય મળ્યું છે. તેમજ સમ્યગ્દર્શન, સદાગમ અને ગૃહિધના સ્વીકાર કર્યાં છે. આ બધી વસ્તુઓની પ્રાપ્તિ દ્વારા મને જે સુખ અને આનંદનેા અનુભવ થાય છે તે શું સામાન્ય સુખ છે? નાનું સુખ છે? જો આને અલ્પ સુખ કહેવામાં આવતું હોય તે પરિપૂર્ણ અને અત્યંત સુખ કયાં સભવે ?
૨૪૬
ગુરૂદેવ- ભાઇ ગુણધારણ ! તું દશ કન્યાએ સાથે પરણીશ અને એમની સાથે પ્રેમ થયા પછી આનદ વિનાદ કરીશ. એમાં તને જે સુખ જણાશે એ કરતાં તારૂં' વર્તમાન સુખ ઘણુ. નાનું અને ફીકુ લાગશે. આ વર્તમાન સુખ તને સુખ જ નહિ લાગે.
ગુણધારણુ ગુરૂદેવ ! આ પૂજ્યપાદ ! આપ આ શું બેલે છે ? અરે! હું તે આ વ્હાલી મદનમ′જરીના પશુ ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા કરી રહ્યો છુ, ત્યાં આપ વળી નવી દશ કન્યાઓ સાથે લગ્ન કરવાની વાત જણાવેા છે ? એ કેમ સ’ભવે ?
ગુરૂદેવ- રાજન્ ! એ દશ કન્યાઓની સાથે જ તને અમે દીક્ષા આપીશું. આપ ચિંતા ન કરો.
ગુણધારણ- ભગવંત ! હું આપના વચન સાંભળી આશ્ચય પામ્યા છું. મને આપના કહેવાના ભાવ સમજાતા નથી. આપ શું કહેવા માગેા છે ?