________________
પ્રકરણ બીજું
રાજ્ય અને ધર્મ કુલંધર સ્વપ્ન :
અમારી રાત્રિ આનંદમાં પસાર થઈ. પ્રભાતે મિત્ર કુલંધર મારી પાસે આવ્યો અને એણે જણાવ્યું કે મે રાત્રે સુંદર સ્વપ્ન જોયું છે.
ભાઈ ગુણધારણ! રાતે સ્વપ્નમાં મેં પાંચ મનુષ્યો જોયા હતા. એમાં ત્રણ પુરૂ હતા અને બે સ્ત્રીઓ હતી. સ્વપ્નમાં એ પાંચ વ્યક્તિઓએ મને કહ્યું કે હે કુલન્ડર ! ગુણધારણ જે અત્યારે સુખ સાહાબી માણી રહ્યો છે અને ભવિષ્યમાં જે મેળવશે તે અમારા આધારે જ મેળવશે.
મિત્ર ગુણધારણ! આવા શબ્દો કહી એ સૌ અદશ્ય બની ગયા. ત્યાર પછી તરત જ હું જાગૃત બને. પણ એ લોકે કેણ હતા એની મને ખબર ન પડી. હું ઓળખી ન શકયે. ' કહ્યું, મિત્ર કુલંધર ! તું આ સ્વપ્નની વાત પિતાજીને કહી સંભળાવ. જેથી આ સ્વપ્નને ભાવાર્થ સ્પષ્ટ રીતે આપણા સમજવામાં આવી જશે.