________________
રાજ્ય અને ધર્મ
૨૩૫
બીજી તરફ વેદનીય મહારાજાને સેનિક “સાત ”ને મારા ઉપર અત્યન્ત પ્રેમ હતે. વિબુધાલયમાં એની સાથે સારી મિત્રતા હતી. જુની મિત્રતાને યાદ કરી એ પણ આ અવસરે પ્રગટ થઈ અને ભેટી પડ્યો. જોકે પહેલાં પણ હતે ખરે, આ વખતે તે જાહેર થયો.
સાત સૈનિકના હાજર થવાથી સંસારના સ્ત્રી ધન, વૈભવ આદિના સુખે હતા, તેમાં મને વધુ સુખ જણાવા લાગ્યું. આ બધે ગુરૂદેવના દર્શન વંદનને મહિમા હતે. પહેલાના સુખમાં અનંતગણું વધારે થઈ ગયે. .
મારી પત્ની મદનમંજરીએ અને મિત્ર કુલંધરે પણ સમ્યગદર્શન અને સદાગમને પિતાના મિત્ર તરીકે સ્વીકાર્યા. મહાત્મા શ્રી કંદમુનિવરે ફરી દેશના આપવી ચાલુ કરી. ચિત્તવૃત્તિ-અટવીમાં ખળભળાટ :
આહ્વાદમંદિર ઉપવનમાં એક નવું મંગળ પ્રસંગ બન્યો. મહામહ વિગેરે જેઓ ચિત્તવૃત્તિ અટવીમાં પિતાને અહો જમાવી ઘેરે ઘાલી પડ્યા હતા ત્યાં એમના સૈન્યમાં ખળભળાટ મચી ગયો. મહામહ વિગેરેએ પિતાને ઘેરો હઠાવી લીધો અને ભયથી દૂર જઈને બેઠા.
બહેન સંકેતા ! ચારિત્ર ધર્મરાજને કાંઈક આનંદ થયો. એઓ ઉત્સાહમાં આવી ગયા. એમણે મંત્રીશ્વર સધને બોલાવ્યા અને જણાવ્યું, મંત્રીશ્વર ! આપણે ઘેરે ઉપડી ગયે છે. આપણી અનુકુળ તક આવી જણાય છે.