________________
૨૪૦
ઉપમિતિ કથા સારોદ્ધાર યથાયોગ્ય વિધિથી વંદન કર્યું. સૌ એગ્ય સ્થળે બેઠા પછી આચાર્ય ભગતે કર્મરૂપી ઝેરને ઉતારી દેનારી ધર્મદેશના આપી.
ધર્મદેશના સાંભળી મારા ભાવે નિર્મળ બન્યા. દેશનામાં સંવેગ અને નિર્વેદની વાત હતી. મારા કર્મો હળવા બન્યા. મારું મન દીક્ષા લેવા તત્પર બન્યું.
એટલામાં મુનિવર શ્રી કંદમુનિએ ગુરૂદેવને પ્રશ્ન કર્યો. ગુરૂદેવ ! આ સંસારમાં સમય પસાર કરે કેને દુઃખદાયી લાગે છે?
ગુરૂદેવ- કંદ ! જેને સંદેહ પૂછવાની ભાવના થઈ હોય એને કાળવિલંબ કઠણ થઈ પડે છે.
કંદમુનિ- ગુરૂદેવ! જે એમ હોય તે આપ સાહેબ! ગુણધારણ રાજાની આંતરશંકાઓનું સમાધાન આપે.
ગુરૂદેવ- બહુ સરસ. એમના સંદેહને ખુલાસે કરીએ.
ગુણધારણ– આપે મારા ઉપર મહાકરૂણા કરી. મુનિવર શ્રી કંદમુનિએ પણ મારા ઉપર કૃપા કરી છે.
ગુરૂદેવ- રાજન ! આપના મનમાં એ પ્રશ્ન છે કે કનકેદર મહારાજાએ ચાર અને મિત્ર કુલધરે પાંચ મનુષ્ય સ્વ પ્નમાં જોયા એ કેણ છે? શા માટે સ્વપ્નમાં આવેલા ? મારા ઈષ્ટ કાર્યો શા માટે એ લોકે સિદ્ધ કરે છે? શું એ દેવતાઓ છે? એ બન્ને સ્વપ્ન બેટા છે? ખરી હકીકત શું છે?
ગુણધારણ- ગુરૂદેવ! આપ કહે છે તે બરાબર છે.