________________
રાજ્ય અને ધર્મ
૨૩૭
મંત્રીશ્વરની માન્યતામાં મહારાજને તથ્ય જણાયું એટલે એમણે પોતાના પુત્ર ગૃહિધર્મકુમારને મારી પાસે મેકો . તે ગૃહિધર્મકુમાર શ્રી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞા લઈ મારી (ગુણધારણની) પાસે આવ્યા. ગૃહિધર્મને સ્વીકારઃ
મહાત્મા શ્રી કન્દમુનિવરે ગૃહિધર્મકુમારનું અને એના પની ગુણરક્તતાનું તથા એના સૌમ્ય પરિવારનું સુંદર વર્ણન કર્યું. મિત્ર કુલધર, પત્ની મદનમંજરી અને મેં એમ ત્રણે જણાએ ગૃહિધર્મને સ્વીકાર કર્યો. ગૃહિધર્મને સ્વીકાર કરતા અમને ઘણે જ આનંદ થયો. સ્વપ્ન માટે પ્રશ્ન :
અગૃહીતસંકેતે ! મેં જે પ્રશ્ન પૂછવા માટે મનમાં નિર્ણય કરી રાખેલો તે સ્વપ્નના ફળ માટે પ્રશ્ન પૂ. ગુરૂદેવ શ્રી કંદમુનિવરને પૂછયે.
મુનિવરે કહ્યું, ગુણધારણ! અતીન્દ્રિયજ્ઞાની વિના તમારા પ્રશ્નોનું કેઈ સુખદ સમાધાન કરી શકે નહિ. મારા પરમતારક ગુરૂદેવ શ્રી નિર્મળાચાર્ય છે. એઓ કેવળજ્ઞાનના ધારક છે. હાલમાં દૂરદેશમાં એ વિચારી રહ્યા છે.
જ્યારે પૂજ્યપાદ ગુરૂદેવને પાદવંદન કરવા જઈશ ત્યારે તમારા સંહેદવિષયક પ્રશ્નોને પૂછી સમાધાન મેળવીશ. એઓ મહાજ્ઞાની હોવાથી સ્વપ્નને ભાવાર્થ બરાબર સમજાવશે.
મેં કહ્યું, ગુરૂદેવ ! આપના ગુરૂદેવ અહીં આહ્વાદમંદિર