________________
ગુણધારણ અને મદનમંજરી
૨૨૯
થાય તે સારું નહિ. મારા લગ્નના કારણે આ વિદ્યાધરને પ્રલય થાય એ શું સારું ગણાય ?
હું કરૂણાના વિચાર કરી રહ્યો હતો, ત્યાં કેઈ અજ્ઞાત શક્તિએ આકાશમાં રહેલાં વિદ્યાધરને આકાશમાં થંભાવી દીધા. એ રીતે જ ભૂમિ ઉપર રહેલા વિદ્યાધરને ભૂમિ ઉપર થંભાવી દીધા. તમામ વિદ્યાધરે માટીની મૂર્તિ જેવા જડ બની ગયા. ક્ષમા પ્રાર્થના :
આકાશમાં રહેલા વિદ્યાધરો ચારે તરફ નજર કરવા લાગ્યા. મદનમંજરી અને મને એમણે શ્રેષ્ઠ સુવર્ણમય આસન ઉપર બેઠેલા જોયા. શ્રેષ્ઠ આસન ઉપર બેઠેલા જોઈ એઓ વિચાર કરવા લાગ્યા.
અરે ! આ રાજકુમારનું રૂપ કેવું સરસ છે? એના દેહની પ્રભા કેવી મનમોહક છે? કેવું ઓજસ એના મુખ ઉપર રમી રહ્યું છે? મદનમંજરીએ જે કાંઈ કર્યું છે, તે ઘણી સમજદારી પૂર્વક કર્યું છે. એણે બુદ્ધિમત્તાને સારો ઉપગ કર્યો છે.
જેણે પરીક્ષા કરીને આ ભર બનાવ્યું છે તેણેજ પિતાના તેજથી અમને બધાને ખંભિત બનાવી દીધા જણાય છે. એના વિના બીજામાં આવી અપૂર્વશક્તિ ન હોઈ શકે.
જુને ! મદનમંજરી, કુલંધર અને પિતે એમ ત્રણે જણા છુટા છે. એ વિનાના બધાજ બંધાઈ ચૂકેલા દેખાય છે. અમે ઘણું બેટું કર્યું. આ નરરત્નને મારી નાખવાને વિચાર