________________
ગુણધારણ અને મદનમંજરી
૨૨૭
લગ્નકાર્યમાં વિલંબ કરવા જેવું નથી. જલ્દી કાર્ય પતાવી લેવું એગ્ય છે. કુલંધરની સલાહ લઈને આમારા બન્નેની ત્યાં લગ્નવિધિ કરી દેવામાં આવી. અમારા માથે ફળીભૂત થયા. - લગ્નવિધિની પરિસમાપ્તિ પછી મહારાજાએ કહ્યું, કુલધર! વજરત્ન, નીલમણિ, વૈડૂર્ય રત્ન, પદ્મરાગ, માણેક, હંસગર્ભ, સૌગન્ધિત વગેરે રત્ન-મણિઓથી આ વિમાને ભરેલા છે અને હું એ વિમાને ગુણધારણ કુમારને દાયજામાં આપવા ઈચ્છું છું. આશા છે કે અમારો દાયજો સ્વીકારવામાં આવશે.
રાજેશ્વર ! આપની આજ્ઞા શિરસાવંધ છે. આપે ઈચ્છા કે વિનંતિને પ્રશ્ન ન કરવાનું હોય. વડિલે જે કાંઈ આપે તે પવિત્ર પ્રેમની ભેટે લઈજ લેવાની હેય. આ સુંદર ઉત્તર કુલંધરે આવે એટલે મહારાજા કનકેદાર ઘણા જ ખુશ થયા. પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા.
મદનમંજરીને મનગમતે વ૨ મલી જવાથી મહારાજાને અંતરમાં શાંતિ થઈ. કામલતાને આનંદ સમાતું નથી. લવલીકા હર્ષથી ઘેલી ઘેલી થઈ જતી હતી. વાતાવરણમાં બધે જ આનંદની છોળે ઉછળતી હતી.
યુદ્ધ સ્તન :
આજ સમયે શ્યામલતા જેવું ઘનઘેર ઘટાદાર આકાશ બનવા લાગ્યું. સૌએ ઉપર જોયું એટલે યુદ્ધ માટે થનથની રહેલું વિવાધર સૈન્ય જોવામાં આવ્યું.