________________
૧૩૦
ઉપમિતિ કથા સારદ્વાર જતી હતી. “ ચારૂ, ગ્ય, હિતજ્ઞ, અને મૂઢ” એ એમના નામ હતા.
આ ચાર મિત્રોને રત્ન મેળવવાની ઈચ્છા થઈ અને રત્નીપે જવાનો નિશ્ચય કર્યો. શુભમુહૂર્ત વહાણ હંકાર્યા અને મહાસમુદ્રને ઉલ્લંઘન કરી રત્નદ્વીપે પહોંચ્યા. ચારને સુચારુ પ્રયત્ન :
રત્નદ્વીપે પહોંચતા ચારૂએ બીજા બધા કાર્યોને ગૌણ કરી દીધા. આરામ અને વિલાસને વિસારે પાડ્યા. કઈ રીતે અને કયા પ્રયત્ન ને પ્રાપ્ત થઈ શકે એને નિર્ણય કરી રત્ન ઉપાર્જન કરવામાં લાગી ગયે. આળશ હતી નહિ અને પૂરતે પરિશ્રમ હોવાના કારણે ચારુએ અ૫ દિવસમાં પિતાના વહાણને રત્નથી ભરપૂર કરી નાખ્યું. રત્નને પરીક્ષક હોવાથી રત્નમાં શ્રેષ્ઠ જાતીય રને જ એણે ગ્રહણ કર્યા. ગ્યની રીતભાત:
ગ્ય પણ રત્ન મેળવવા વેપાર વિગેરે કરવા લાગ્યો. એ ભાઈ કૌતુકી હતો એટલે આનંદ પ્રમોદ માટે બગીચામાં ફરવા જવું, સરોવરની સફરે જવું, અવનવા કૌતુકે જેવા વિગેરેમાં પણ સમય બરબાદ કરતે હતેા. એથી ઘણા કાળના પરિશ્રમે અલ્પ રત્ન મેળવી શકે એણે પિતાનું વહાણે રત્ન ભરપૂર ના બનાવ્યું. હિતનું અજ્ઞાન:
હિતજ્ઞ માનવી તરીકે સારો વ્યક્તિ હતા પણ રત્નની પરીક્ષા કરી જાણતું ન હતું. સ્વભાવની સરલતા વધુ હતી.