________________
સંસાર બજાર
૧૫૧
વળી “અપ્રમાદ” દંડથી તારે “મહા મેહ” વિગેરે ભયંકર બીલાડાને હાંકી કાઢવા, અને ભૂક્કા બોલાવી દેવા, જેથી અંદર રહેલા બચ્ચાને ઉપદ્ર ન થાય. અને હેરાન થવાને વખત ન આવે.
ભદ્ર! આ રીતે ચિત્ત વાનર બચ્ચાના રક્ષણને ઉપાય મેં તને દેખાડે છે. તે એ માટે પ્રયત્ન કરજે. સંરક્ષણથી લાભ :
મેં મારા ગુરૂદેવને પૂછયું, ભગવંત! એ વાંદરાના બચ્ચાનું રક્ષણ કરવાથી શું લાભ?
ગુરૂદેવ વત્સ ! તને “શિવાલય” નામને મઠ ઘણે ગમી ગયે હેતે ને ? તારે ત્યાં જવું હોય તે આ વાનર બચ્ચાનું રક્ષણ કરવું જોઈએ.
અકલંક ! ગુરૂદેવના કહેવાને ભાવાર્થ મને સમજાઈ ગયે. હું એના ઉપર વિચાર કરવા લાગ્યા. ખરેખર રાગાદિથી ઉપદ્રવિત થએલું મન વિષયમાં પ્રવૃતિ કરે છે. વિશ્વમાં મન જાય એટલે કર્મબંધન થાય છે. કર્મસંચય થવાથી વાસનાઓ ઉદીત બને છે. ભેગ સનેહની લાલસાઓથી સંસારના સંસ્કાર રૂપ ઘા પડે છે. ઘા મટાડવા ફરી રાગ કરે અને વિષય ભણું મન જાય છે. કર્મ સંચય થતાં દુઃખી બને છે.
દુઃખના નિવારણ માટે વિષવૃક્ષે ભણું જાય અને પરિણામે ચિત્તની દાખી અવસ્થા થાય છે. અને ચક્રાવા જેવી સ્થિતિ થાય છે. “પાછા હતા ત્યાંના ત્યાં ” આવી પરિસ્થિતિમાં