________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૭૫
કુમિત્રના સંસર્ગથી બાલિશની જેમ દુઃખે ભેગવવાના રહે છે અને સદાગમના સુસંસર્ગના રૂડા પ્રતાપે સુખના સાધને મળે છે. જીવન આનંદી અને આદર્શ બની જાય છે. દ્રવ્ય આચાર:
શ્રી કેવિદાચાર્યની વાત સાંભળી મને વિચાર આવ્યું કે આ આચાર્ય મહામેહ અને પરિગ્રહ મિત્રોને ત્યાગ કરાવવાને આ પ્રયત્ન છે. અને પછી સદાગમને સસંગ મારી સાથે કરાવવા માગે છે. મારે અહીં શું કરવું?
આવું વિચારતે હતું ત્યાં મિત્ર અકલંક મુનિ બોલ્યા, ભાઈ ઘન! ગુરૂદેવના વચને તમે સમજ્યા કે નથી સમજ્યા?
મેં કહ્યું ઘણું સારી રીતે સમજે છું. તે વિચારે છે શું ? નિયમ લઈ લે ?
મને અકલંક ઉપર ઘણે સનેહ હિતે, વળી કર્મગ્રંથિના સમીપમાં આવી પહોંચે હતું અને ગુરૂદેવને અતુલ પ્રભાવ હતું, તેમજ આ મહાનુભાવે સામે એક અક્ષર બાલવાની હિંમત ચાલતી ન હતી એટલે અકલંકના કહેવાથી સદાગમને મેં ફરી સ્વીકાર કર્યો. મને ક્રમને મિત્ર માન્યો.
દ્રવ્યથી ચૈત્યવંદન કરવા લાગ્યું, પાત્રમાં ગ્ય દાનાદિ આપવા લાગ્યા, વિષયની વાસના અને પરિગ્રહની લાલસા ઘટવા લાગી. મહામહ અને મહાપરિગ્રહ મારાથી પાછા હઠયા.