________________
૨૨૪
ઉપમિતિ કથા સારાદ્ધાર
ઉપર જા અને પતિદેવ હજુ કાં ન આવ્યા એની તપાસ કર. માડુ' કેમ થયું ? આટલા સમય કયાં પસાર કર્યો ?
લવલીકા આકાશમાર્ગે ઉડી અને અલ્પ સમયમાં આનદ વિસેર બનતી પાછી આવી. મે... પૂછ્યું, તું એકદમ ખુશખુશાલ કેમ બની ગઈ ? શું રાજાજી પધારી ગયા છે ?
રાણીબા ! રાજા સાહેબ નથી પધાર્યા પણ ગઈ કાલે ઉપવનમાં આવેલા રાજકુમારા આજે પાછા ઉપવનમાં આવ્યા છે. મારી સ્વામિનીના પુત્રીના દુનની ઈચ્છાથી એમણે ઉપવનના ખૂણેખૂણા જોઇ લીધા, પણ આપણે સૌ ગુપ્ત સ્થળે છીએ તેથી તેએ જોઈ શકયા નથી.
મંજરીના પ્રિયકુમાર મજરીને ન નેતા ઉદાસીન ખની ગયા છે. એને હૃદયવલ્લભ ચિંતાતુર થઇ ગયા એટલે કુલધરે કહ્યું, મિત્ર ! તું ઉદાસ ન ખન. તે વિકસિત કમલદલનયના અને ગુલામી હાસ્ય વેરતી રૂપવતી યૌવનવતી જે વૃક્ષ નીચે બેઠા બેઠા જોઇ હતી, તે વૃક્ષ નીચે બેસીએ. તારૂ ભાગ્ય સુપ્રસન્ન હશે તેા એ નયહરી તને મળી જશે.
જેવી તારી ઇચ્છા. એમ જણાવી મને મિત્રા આમ્રવૃક્ષ તળે બેસી ગયા છે. આ છે હર્ષોંનું કારણ. માતાજી! આ શું પરમ આનંદનું કારણ ન ગણાય ?
મદનમ ́જરી ખેલી, અલી લવલીકે! તું આવું ખેલીને અમને કાં છેતરે છે ? તું મારી વિરહ સ્થિતિના શા માટે ગેરલાભ લે છે ? એક તે અત્યારે વિરહદુઃખથી દુઃખી છું અને એમાં તું આવી વાતે મનાવે છે, એ સખી તરીકે તને સારૂં લાગે ?