________________
ગુણધારણ અને મદનમંજરી
૨૨૩
' લવલીકાએ કહ્યું, અરે મદનમંજરી! તું આમ કેમ બેઠી છે? અરે ! તે ખરી, આ માતાજી પધાર્યા છે. આટલું કહ્યા પછી એને અમારા આવ્યાને ખ્યાલ આવ્યો. એ એકદમ સક્રમ પૂર્વક ઉભી થઈ ગઈ અને મારા ચરણમાં ઝુકી પડી.
મેં એને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી પ્રેમથી બાથમાં લઈ ભેટી પડી. મારા ખેાળામાં શાંતિથી વહાલ પૂર્વક બેસાડી. એના ગાલે ચુંબન કર્યું અને કહ્યું, પુત્રી! તું શોક તજી દે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારૂં મનગમતું કાર્ય થઈ જ ગયું તું માની લે. તારા પિતાજી હમણાં જ આવ્યા માની લે. ઘડી બે ઘડીમાં તારા ધારેલા કાર્યની સિદ્ધિ થઈ જશે. તું આનંદિત બન. શેક તજી દે. રાત્રિનું આગમન :
મારા એવા ભાગ્ય કયાં છે કે આ પુણ્યવાન્ કુમાર મારો સ્વીકાર કરે? ધીરેથી આ વાક્યને બેલી અને મારી પુત્રી નીચે જેવા લાગી.
મારી પુત્રી મંજરીને શરમાતી જોઈને રવિ પણ અસ્તાચલ ભણી રવાના થઈ ગયો. રાત્રિના ઓળા વિશ્વ ઉપર પથરાયા. મેં મંજરીને સારી સારી વાર્તાઓ દ્વારા આનંદિત રાખવાને પ્રયત્ન કર્યો. પ્રિયકથાઓ સંભળાવી. છતાં પણ અમારી રાત મહામુશીબતે પૂર્ણ થઈ.
લાલસુરેખ તિથી જળહળતા બાળ સૂર્યને ઉદય થયું. મેં લવલીકાને કહ્યું, અરે લવલીકા ! તું આકાશમાં