________________
૨૨૨
ઉપમિતિ કથા સારાદ્ધ ર
સુકામળ અને શીતળ નવપલ્લવનાની શય્યા બનાવી અને ત્યાં મંજરીને મૂકી હું અહીં આવી છું.
અહીં આવતાં પહેલાં મે' એ મંજરીને સેાગઢ લેવરાવ્યા છે. તારે અમારા આવ્યા પહેલા નવાજુની કરવી નહિ. તેમજ આ સ્થળ તજી ખીજે કયાંય જતાં રહેવું નહિ. એણીએ એ બધું માન્ય રાખ્યું છે.
માતાનું આગમન :
લવલીકા પાસેથી વાત સાંભળી પતિદેવે મને કહ્યું. દેવી ! તમે જલ્દી જાએ. આપણી દીકરીને આશ્વાસન આપે. હું થાડા સમય પછી બધી તૈયારી કરીને આવી પહોંચું છુ.
,,
મારા મનમાં એક વાતની શકા છે. સ્વયંવર મ‘ડપમાંથી પેલા વિદ્યાધરા ગુસ્સે થઈને ચાલ્યા ગયા હતા. એ ગુસ્સે ભરાએલા કાંઇક નવાજુની કરે એવી ધાસ્તી છે. એ માટેની ખાતમી લાવવા અને દેખભાળ રાખવા મે “ ચઢેલ ” ને નિમેલેા છે. એટલે દરેક જાતની પહેલેથી તૈયારી કરીને અને દાયજામાં-ભેટણામાં આપવા ચેાગ્ય વસ્તુઓ લઇને તમારી પાછળ હું આવી પહોંચીશ. તમે જલ્દી જાએ.
રાજાની આજ્ઞાને સ્વીકારી હું લવલીકા સાથે આવી છું. મારી દાસી લવલીકાને પણ લેતી આવી છું. અમે ખૂબ જ ઝડપથી ઉપવનમાં આવ્યા. મદનમ`જરી યાગિની જેમ પ્રિયતમના ધ્યાનમાં લયલીન બની ગઈ હતી. પેાતાની જાતને ભૂલી ગઈ હતી. અમે આવ્યા અને એની શીતળ પુષ્પશય્યામાં બેસી ગયા. પરન્તુ એ વાતને પણ ખ્યાલ મજરીને ન રહ્યો.