________________
૧૯૧
ભવ ભ્રમણ અને વિકાસ વિભાગમાં નવ સ્થળે છે તેને વૈવેયક કહેવામાં આવે છે. અને બીજા વિભાગમાં પાંચ સ્થળે છે, તેને પાંચ અનુત્તર કહેવામાં આવે છે.
હું પહેલા “ ભુવનપતિ” વિબુધાલામાં આવ્યું, અને દેવ બને. વિબુધ તરીકે મારી પ્રસિદ્ધિ થઈ.
પદ્મનયને ! વિબુધ બન્યા પછી હું મહાત્મા શ્રી સદાગમને ભૂલી ગયે. વિબુધાલયના રંગરાગમાં રંગાઈ ગયો. મારી
દ્ધિ ઘણી હતી. આયુષ્ય દેઢ પલ્યોપમનું હતું, લીલા લહે૨માં લીન થઈ ગયે. માનવાવાસમાં સુંદરમુનિ અને સદાગમની પ્રાપ્તિ :
ભવિનપતિમાં વિબુધ તરીકે રહેવાની સમય મર્યાદા પૂર્ણ થઈ એટલે ભવિતવ્યતાએ મને નૂતન ગુટિકા આપી. એ મૂટિકાના પ્રભાવે હું “માનવાવાસ” નગરે ગયે.
એ નગરમાં “બંધુદત્ત” વણિક રહેતા હતા. એમને “પ્રિયદર્શના ” નામની પ્રિયતમા હતી. હું એમના ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. મારું “ બધુ” નામ રાખવામાં આવ્યું. અનુક્રમે ભણું ગણું મટે થયે. યુવાનીમાં મેં પગ મૂક્યો.
એ વખતે “સુંદરમુનિને ” મને વેગ થઈ ગયો. એ ઉદાર મહાત્માએ “સદાગમ” સંબંધી સમ્યજ્ઞાન આપ્યું. એ જ્ઞાનની તિથી મારે અજ્ઞાન અંધકાર ઘટવા લાગે. એમના ઉપદેશથી હું શ્રમણ બન્યું. મારામાં ભાવ સાધુતા ન હતી. પણ દ્રવ્યથી હું સાધુ તરીકે સુપ્રસિદ્ધ બન્યું.