________________
૨૧૬
ઉપમિતિ કથા સારોદ્ધાર unmummmmmmmm “કનકદર” નામના વિદ્યાધર ચક્રવતીનું શાસન એ નગર ઉપર ચાલે છે. હું એ વિદ્યાધરરાજની “કામલતા” નામની પત્ની છું. અનેક માનતા અને ઘણું પરિશ્રમ પછી અમને એક પુત્રી થઈ. અમે એનું “મદનમંજરી” નામ રાખ્યું છે.
શ્રી કનકેદર રાજાને “નરસેન” સેનીક ઉપર ઘણે પ્રેમ હતે. નરસેનને “વલ્લરિકા” પત્ની હતી. એને એક પુત્રી થઈ. એનું “લવલીકા” નામ રાખ્યું. લવલીકા અને મદનમંજરી પ્રિય સખીઓ બની. એ બંનેએ કળાને સુંદર અભ્યાસ કર્યો.
મદનમંજરીએ યૌવનવયમાં પ્રવેશ કર્યો. રૂપસૌંદર્ય અને વિદ્યાભ્યાસમાં અજોડ બની. એણીને પિતાના સમવડી વર જોવામાં ન આવે એટલે પુરૂષદૈષિણી બની ગઈ. મદનમંજરીને પુરૂષજાત પ્રતિ નફરત છૂટી.
લવલીકા દ્વારા આ સમાચાર મને અને મંજરીના પિતાજીને મલ્યા. પુત્રીના મનને કેમ મનાવવું એ ચિતાથી અમે ઉદાસ બની ગયા. પરંતુ રાજાજી પ્રત્યુત્પન્નમતિ હતા. એમને એક વિચાર આવ્યો અને સ્વયંવર મંડપ બનાવ્યા,
સારા સારા વિદ્યાધરોને અને વિદ્યાધરકુમારને આમંત્રિત કર્યા. પરંતુ મંજરીને એમાંથી કોઈ ન ગમ્યા. વિદ્યાધરોની પ્રશંસા સાંભળી મંજરીનું માથું સખત દુખવા લાગ્યું. સારા સારા વિદ્યાધરની એ પ્રશંસા પણ ન સાંભળી શકી.
મંજરીને એક પણ વિદ્યાધર ન ગમ્યુ તેથી વિદ્યાધર વિલખા થયા. બધાના મુખ ઝાંખાઝબ થઈ ગયા. રાજા ઉપર તેષ જા. વિદાયગિરી ન આપી છતાં વગર રજાએ એક જ દિશા તરફ સૌએ ચાલતી પકડી.