________________
ગુણધારણ અને મદનમંજરી
૨૧૫ ઉત્કંઠા હતી. એ ઉત્કંઠાના લીધે જ વહેલ વહેલો અહીં આવેલો પણ એ યુવતી જોવામાં ન આવી. એને મેં ઘણું ઘણું શોધી પણ એ જોવામાં ન જ આવી. મને અત્યંત ઉદ્વેગ થયો. હું ઉત્સાહ અને આનંદ વગરને બની ગયો. થાકીને લોથપોથ બની ગયે. વિરહની વ્યથા વધુ વધી ગઈ.
હું એ આમ્રવૃક્ષ તરફ વારંવાર જેતે હતે. આખરે થાકીને એ આમ્રતળે હું અને કુલંધર બેસી ગયા. એટલામાં ઝાડીમાંથી કેઈના આવવાને પગરવ સંભળાય. અલ્પ સમયમાં બે નારીઓ અમારા ભણું આવતી જોઈ. એમાં ગઈ કાલે જેએલી એક નારી હતી અને બીજી કઈ નવીન હતી. એ નવી નારી મધ્યમ વયની અને શેભના હતી. પણ મેં જેની આતુરતા રાખેલ એ ન હતી.
અમારી પાસે એ બંને આવી. અમે બંને ઉભા થઈ ગયા અને એ નારીઓને આવકાર આપો. એમણે અમને આશીષ આપી. મધુરા અવાજે કહ્યું, હે વરાનને ! અમારે આપ બંનેને કાંઈક વાત જણાવવી છે. આપ અહીં બેસે. શાંતિથી અમારી વાત સાંભળો.
અમે સૌ વૃક્ષતળે બેસી ગયા. મધ્યમ વયની નારીએ મારા તરફ નજર કરી અને બોલી. વત્સ આપ ધ્યાનથી અમારી વાત સાંભળે. અમને અને આપને લાભ થશે. મદનમંજરી :
અનેક વિદ્યાધરાના નગરોથી સુશોભિત “વિતાઠ્ય” પર્વત છે. તે વતાર્ચ ઉપર “ગંધસમુદ્ર” નામનું સુંદર નગર છે.