________________
ગુણધારણ અને મદનમ°જરી
૨૧૩
લજ્જા, ચતુરતા, દાક્ષિણ્ય, શીલ વિગેરે નૈતિક સુપુષ્પાની માળાથી શાલતા ઃ સુમાલિની ” નામના મહારાણી મધુવારણુ રાજવીને હતા, સુમાલિની પતિને મન સુ-માલા જ હતી. કુલમાળાની જેમ હૃદયમાં એનું સુંદર સ્થાન હતું.
હું અગૃહીતસ કેતે ! ભવિતવ્યતાએ મને સુમાલિની રાણીની કુક્ષીમાં સ્થાન આપ્યું. પુણ્યાય મિત્રને પણ સહાયક તરીકે માકલ્યા. ગર્ભકાળ પૂરા થતાં પુણ્યાયની સાથે મારા જન્મ થયેા. માત-તાતને ઘણુંા હષ થયેા. એમણે મારા જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવ્યે.
માત તાતે “ ગુણુધારણ નામ મારૂ રાખ્યું. મારી માવ
જતમાં પાંચ ધાવમાતાઓ રાખવામાં આવી. ખીજના ચંદ્રની જેમ દિન પ્રતિદ્દિન માટેા થવા લાગ્યા.
""
66
મારા પિતાને એક સગેાત્રીય રાજા મિત્ર હતા. એમનું નામ “ વિશાળ ” હતું. એ વિશાળ રાજવીને કુલધર ” નામના એક પુત્ર હતા. અમે તે સમવયસ્ક હતા. અમને પરસ્પર ઘણા સ્નેહ હતા. અમે સાથે રમતા ખેલતા માટા થવા લાગ્યા. ભણ્યા પણ અમે સાથે અને યુવતિજનને આન દદાયી યૌવનમાં અમારા પ્રવેશ પણ સાથે થયા.
આલાદ મંદિર ઉદ્યાનમાં :
એક દિવસે અમે નગરથી દૂર રહેલા આહ્લાદમ`દિર ’ ઉદ્યાનમાં ફરવા ગયા. આ ઉદ્યાનમાં અમે ઘણી વખત આનદ પ્રમાદ ખાતર ફરવા આવેલા. આ સ્થળ ઘણું રળિયામણું અને ખુશનુમા ભર્યું હતું. હૈયું હળવું ફુલ ખની જતું.
6.