________________
૨૧૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
આ સુભાષિત સાંભળતાં રાજાની નિદ્રા દૂર થઈ. પરોઢીએ જેએલ સ્વપ્ન અને મંગલપાઠકના સુભાષિતના અર્થને વિચાર કર્યો. પરિણામે રાજાની ઉદાસીનતા ઉડી ગઈ. ચિંતા ચાલી ગઈ. વરની શોધમાં
મદનમંજરી અને લવલીકા એકાંતમાં બેઠા વાત કરતા હતા. લવલીકાએ ધીરેથી પૂછ્યું, અલી મંજરી? તેં લગ્ન માટે શે વિચાર કર્યો છે? આવું કયાં સુધી નભશે? એકલવાયું કેમ ગોઠશે?
મંજરીએ કહ્યું, સખી! જે માતા પિતા રજા આપે તે આપણે વિશ્વની સફર કરીએ. એમાં હું વરની શોધ કરું.
ગ્ય વર જણાશે તે લગ્ન કરીશ. ' લવલીકાએ એ વાત મને જણાવી. મેં મંજરીના પિતાને એ વાત કહી. આ વાત સાંભળી રાજાએ વિચાર કર્યો કે દીકરીએ સારી પેજના રજુ કરી છે.
દેવતાએ જણાવેલા વરની પ્રાપ્તિ આ ઉપાયથી સંભવિત લાગે છે. ભલે એ દેશાટન માટે જાય. આ વિચાર કરી રાજાએ અનુમતિ આપી.
પિતાજીની આજ્ઞા મળવાથી મદનમંજરી પિતાની પ્રિયસખી લવલીકોને સાથે લઈ વરની શોધમાં વિશ્વનું અવલેકન કરવા ચાલી નિકળી.
વિશ્વનું અવલોકન કરતાં કરતાં કેટલા દિવસે પસાર થયા. એક દિવસે લવલીકા ઉદાસ બની અચાનક અમારી પાસે આવી. એણીએ રાજાને અને મને કહ્યું.