________________
ગુણધારણ અને મદનમ'જરી
૨૧૯
હું રાજેશ્વર ! આપની પાસેથી નીકળી અમે રળિયામણા ગામા, નગરા, ઉદ્યાના, ઉપવના, નદીઓ, સરોવરો અને અન્ય દશ નીય સ્થળે જોતા જોતા “ સપ્રમાદપુર ” નગરે પહેાંચ્યા. એ નગરની બહાર “ આહ્લાદ દિર ” નામનું ઉપવન હતું. આકાશમાંથી અમે એની સુશેાભા જોઈ રહ્યા હતા.
વનશે।ભા જોતા જોતા દેવકુમારેશ જેવા એ રાજકુમારેશ અમારા જોવામાં આવ્યા. એમાંથી એક કુમારને જોઇ મારી સખી મ'જરી રાગવશ મની ગઇ. એ રાજકુમાર એના હૈયામાં વસી ગયા.
અમે આકાશમાર્ગે થી પૃથ્વી ઉપર ઉતરાણ કર્યું. આમ્રવનના એક દૂરના આમ્રવૃક્ષ નીચે અમે એઠક લીધી. દૂર હાવા છતાં પેલા કુમારા અમને જોઈ શકે એ જાતની આમ્રવનની વૃક્ષરચનાએ હતી.
પ્રિયસખી મદનમંજરી એ રાજકુમારના મુખ તરફ એક નજરે જોઈ રહી હતી. મુખચંદ્રના પીયૂષને પીતા એ ધરાતી ન હતી. એટલામાં એ મનગમતા રાજકુમારે પણ મંજરી તરફ જોયું. એ નજરમાં ખૂબ જ માદકતા હતી. ખૂબ જ અસરકારકતા હતી. મંજરીના હૃદય ઉપર એ નજરે કામણુ કરી દીધું.
પેાતાના ઉપર પ્રિયની નજર પડવાથી મંજરી આન દ્વિત મની ગઈ. અમૃત સિંચાએલી વેલડીની જેમ એ હના અને સુખના અનુભવ કરવા લાગી. સુખના સરાવરમાં તરવા લાગી. એના હૈના અને આનંદના ભાવેવા અનેક રીતે મુખ ઉપર મદભર્યું વાતાવરણ સર્જી જતા હતા.