________________
પ્રકરણ પહેલું.
ગુણધારણ અને મદનમંજરી
ગુણધારણ જન્મ:
વિશાળ માનવાવાસમાં “સપ્રેમદ” નામનું એક નયનમનહર નગર હતું. એ લક્ષમીનું વાસભુવન જેવું ગણાતું. આનંદી અને ઉત્સાહી માનવે આ નગરમાં રહેતા હતા.
સપ્રદ નગરના માનવે સાત્વિક ગુણથી ધનાઢ્ય હતા. રાજા તરફથી પણ એમના ગુણરત્ન અને ધનરત્નો વૃદ્ધિ પામતા હતા. અહીંના વસનારા સૌભાગ્યશીલ હતા. દીનતાને તે દેશનિકાલ થયેલ હતું. દીન-હીન શેઠે ન મળતે.
આ નગરની રાજ્યસત્તા શ્રી “મધુવારણ” રાજવી ભગવતા હતા. તેઓ મહા સમર્થ રાજવી હતા. મદ ઝરતે ઉન્મત્ત ગજરાજ મહાવનના મહાવૃક્ષેને ઉખેડી નાખે એમ મધુવારણ રાજવી સમર્થ દુશ્મનને ઉખેડી દેવા મહા સમર્થ હતા,
સુરગિરિ મેરૂપર્વત જેમ શીતરસિમ ચંદ્ર અને ઉષ્ણરશ્મિ સૂર્ય દ્વારા સેમણે લાગે, એમ આ રાજવી શાંત યશ પ્રભા અને તેજસ્વી પ્રતાપથી સુવર્ણકાંત એજસ્વી જણાતા હતા.