________________
૨૦૨
ઉપમિતિ કથા સારોદ્ધાર મેં મારા હિતસ્વી શ્રી સદાગમ મહાત્મા અને સમ્યગદર્શન વડાધિકારીના દર્શન કર્યા.
પુણ્યશીલે ! ગુરૂદેવના ઉપદેશથી મને તવશ્રદ્ધાન થયું. ત ઉપર આંતરિક અભિરુચિ થઈ. ગુરૂદેવના આગ્રહને આધીન બની મેં સંયમને સ્વીકાર કર્યો. પણ મારામાં ભાવવિરતિ ન આવી. હું દ્રવ્યસાધુ થયે. સમ્યગુદર્શન તે નિર્મળ હતું.
સાધુવેષમાં એકદા કર્મોએ મારા ઉપર જોરથી આક્રમણ કર્યું. ફરી હું વિભાવદશામાં ગબડી પડ્યો. આત્મરમણતામાંથી દૂર થઈ ગયા. મહામહ મિથ્યાત્વ વિગેરે પાછા સબલ બની ગયા.
મહામહાદિના સબલ થવાના લીધે હું સકારણ કે નિષ્કારણ પરનિંદા કરવા લાગ્યો. પરનિંદા એ મારું વ્યસન બની ગયું. સાધુ હેય, તપસ્વી હેય, ગુણશીલ હય, સુધમ હેય પણ હું બધાની નિંદા જ કરવા લાગ્યો. તે એટલે હદ સુધી કે મેં સંઘના અવર્ણવાદ બોલવાનું પણ ન છોડયું અને પરમ તારક જગતના ઉદ્ધારક શ્રી તીર્થંકર પરમાત્માના પણ પેટ ભરી અવર્ણવાદ બલવાને રસિય બની ગયે. સુશાસ્ત્રની પણ નિંદા કરી. ગણધરને પણ બાકી ન રાખ્યા.
મારો બાાવેષ સાધુને હતે પણ સાધુતાના અંશે ન હતા. ગુણ આત્માઓની નિંદા કરવાથી મારામાં પાપના ખડક ખડકાણા. મહામહને આધીન બની જઈ હું મહામિથ્યાત્વી બની ગયે. મિથ્યાદર્શનનું ગાઢ અંધકાર મારા ઉપર આવરણ ભૂત બની ગયું. સમ્યજ્ઞાનની જ્યોતિ સર્વથા તિરહિત બની ગઈ.