________________
ભવભ્રમણ અને વિકાસ
૨૦૧
પરતુ હું જ્યારે સમ્યગ્દર્શનના પક્ષમાં જતું ત્યારે સમ્યગદર્શનના ભયથી મિથ્યાદર્શન નાશી છૂટતું હતું અને મહાત્મા શ્રી સદાગમની તરફેણ કરતે ત્યારે જ્ઞાનસંવરણ ભયભીત બની સંતાઈ જતા. આવી હાર-જિત ઘણે ઠેકાણે ઘણીવાર થયા કરી છે.' વિભૂષણ :
અગૃહીતસંકેતે ! મારી પત્ની ભવિતવ્યતાએ મને એક નવીન ગુટિકા આપી. એના જેરે મારે માનવાવાસ નગરમાં જવાનું થયું.
માનવાવાસમાં “સોપારક” નામનું સુંદર નગર હતું. ત્યાં અતિ ધનાઢ્ય ધનપતિ શ્રી “શાલિભદ્ર” નામને વણિક રહેતે હતે. એને કનકવણું “કનકપ્રભા” સુપત્ની હતી. હું એમનાં ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થયે. “બિભીષણ” મારું નામ રાખવામાં આવ્યું.
એક વખત હું “શુભકાનન” ઉદ્યાનમાં ગયો. ત્યાં મને પૂ. શ્રી. “સુધાભૂતિ ” નામના આચાર્ય ભગવંતને સત્સંગ થયા. એમને વંદના કરી અને સદુપદેશ સાંભળે. ત્યાં
૧ આત્માના વિકાસ અને હાનિને આ સાક્ષાત ચિતાર રજુ કરવામાં આવ્યો છે. દરેકે પોતાના આત્માની દશાને વિચાર કરે જરૂરી છે આમા સ્વપૌરૂષથી હીણે બને છે ત્યારે અંધકાર તરફ ઢસડાઈ જાય છે અને સ્વપુરૂષાર્થને ઉપયોગ કરે છે એ પ્રકાશ તરફ વળે છે. આત્માના પુરૂષાર્થની પરિસ્થિતિ પ્રમાણે ઉન્નતિ-અવનતિ થયા કરે છે. મોક્ષે જતાં અગાઉ અનંતીવાર આવું બને છે.