________________
ભવભ્રમણ અને વિકાસ
૧૩
મારી ચિત્તવૃત્તિ મહાટવી નિર્મળ બની એટલે ચારિત્રધર્મરાજે સદધ મહામંત્રીના કહેવાથી સમ્યગદર્શન નામના વડાધિકારીને મારી પાસે મોકલવા નક્કી કર્યું. એ વખતે એમની થેડી વાતચીત પણ થઈ.
સમ્યગદર્શન–દેવ ! આપની આજ્ઞા હું મસ્તકે ચડાવું છું. આપ કહે તે સંસારીજીવને પ્રસન્ન કરવા માટે ભેટણા તરીકે વિદ્યા નામની રૂપવંતી કન્યાને સાથે લેતે જાઉં.
સધ–ભાઈ સમ્યગદર્શન ! હજુ એ માટે એગ્ય સમય જણાતું નથી. સાથે લઈ જવામાં હમણું લાભ થવાને સંભવ નથી. તું હાલ એક જ. જ્યારે એ તારા અસલ સ્વરૂપને જાણી લેશે અને તારા ઉપર અનુરાગ થશે એટલે હું પણ “વિદ્યાને લઈને તારી પાસે આવી જઈશ.
તું વિદ્યાને સાથે લીધા વિના જઈશ તે પણ લાભ થવાને છે. મિત્રપક્ષની વૃદ્ધિ થશે અને શત્રુપક્ષમાં ગાબડા પડશે. હાલ તું એકલે જા.
સમ્યગદર્શન–“ જેવી આપની આજ્ઞા અને મહામંત્રી શ્રી સબેધની સલાહ.”
આ પ્રમાણે જણાવી સમ્યગદર્શન વડાધિકારી શ્રી ચારિત્રધર્મરાજની આજ્ઞાથી મારા તરફ આવવા પ્રયાણ આદરી દીધું. વિકાસની વાટે :
ભદ્રે ! અગૃહસંકેતે ! સમ્યગુદને મારા ભણું આવવા પ્રયાણ કર્યું, ત્યારે હું ક્યાં હતું એ ધ્યાનમાં લેજે.
૧૩