________________
૧૮૨
ઉપમિતિ કથા સારદ્વાર
- આ રીતે પરિગ્રહસાગર, કૃપણુતા અને બહુલિકાને આભાર માની રહ્યો હતે. ત્યાં મહામહ બા. વત્સ પરિ ગ્રહ ! આ સાગર તે મારું સર્વસ્વ છે. મારું જીવન એના ઉપર જ નભે છે. એના વિના હું મરણને જ પામું. મારી જે તાકાત ગણે તે આ સાગર છે. મારે ખરેખર ભક્ત છે. મારા ઉપર અત્યન્ત લાગણી ધરાવે છે. એ મારે પુત્ર છે. રાજ્ય ગ્રહણ કરવાની યોગ્યતા ધરાવે છે. એજ તારું રક્ષણ કરવા ક્ષમતા ધરાવે છે. તારા બચાવ માટે પૂરતે શક્તિમાન છે.
પરિગ્રહે આભાર માન્ય અને મહામહે એને પાને ચડાવ્યો એટલે એ મને જોરથી ભેટી પડ્યો. મારા ઉપર સાગરે વર્ચસ્વ જમાવી દીધું. ભદ્ર! પૂર્વની જેમ સાગરની અસર હેઠળ આવી સર્વ ધર્મને સર્વથા તિલાંજલિ આપી દીધી. કેવિદાચાર્યને અનુભવ:
દયાળુ અકલંકમુનિના જાણમાં મારા પરાક્રમે આવી ગયા એટલે એમને ફરી મને બેધ આપવા આવવાને વિચાર થયો અને એ માટે ગુરૂદેવને વિનંતિ કરી અનુજ્ઞા માગી.
ગુરૂદેવે કહ્યું, વત્સ અકલંક ! આ તારી મહેનત નકામી છે. ઘનવાહનની પાસે મહામોહ અને પરિગ્રહ છે ત્યાં સુધી તું ગમે તે સરસ પ્રયત્ન કરીશ પણ એ સફળ અને એ સંભવ જ નથી. એનામાં સુધરવાની યોગ્યતા નથી.