________________
૧૮૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
આ રીતે મને સુધરેલો જોઈ મુનિ અકલંકના હૃદયમાં આનંદ થયે. કારણ કે એમના હૈયામાં મને ગુણશીલ બનાવ્યાને અત્યંત આનંદ હતે. બહુલિકા અને કૃપણતા •
અકલંક મુનિના પ્રવર પ્રતાપે મહામહ અને પરિગ્રહની દશા વિચિત્ર બની એટલે રાગકેશરી મહારાજાએ વિચાર કર્યો કે હવે શું કરવું? એમને પરિગ્રહ ઉપર ખૂબ હેત હતું. એમણે “સાગરને બેલા, ભાઈ! તું મહામહ અને પરિગ્રહની મદદે જા. સાથે “બહુલિકા” અને “કૃપણુતાને ” લેતે જા. તારા વિના એ બન્ને સ્ત્રીઓને અહીં ગમશે નહિ.
રાગકેશરી મહારાજાની આજ્ઞાથી મહામહની સેવામાં કૃપણુતા અને બહુલિકાને સાથે લઈ સાગર આવી પહોંચે. મહામહ અને પરિગ્રહ સાગર વિગેરેને જોતાં ગેલમાં આવી ગયા.
કૃપણુતા આવીને મને ભેટી પડી. એના ભેટવાના કારણે મને વિચાર આવ્યો કે આ અકલંક મારી પાસેથી ઘણું ધન ખર્ચાવી નાખે છે તે ધનના રક્ષણ માટે મારે શું ઉપાય અમલમાં મૂક જોઈએ? પાણીની જેમ પૈસે વાપરતાં દરીદ્રી બની જવાશે. ધન રક્ષા કરવી જ જોઈએ.
ધનરક્ષાના વિચારમાં હતું ત્યાં બહુલિકા આવી અને એણે મને આલિંગન કર્યું, તરત જ કુબુદ્ધિ થઈ આવી કે કોઈ
૧ બહુલિકા- માવા. કૃપણુતા- મળેલાને ત્યાગ ન કરવાની વૃત્તિ. સ.ગર-લેભને વધારો.