________________
પ્રકરણ પાંચમું
ભવ ભ્રમણ અને વિકાસ.
મસ્ય, વાઘ અને બિલાડે.
મારી પત્ની ભવિતવ્યતાએ તેત્રીશ સાગરોપમ સુધી મને પાપિષ્ટ નિવાસમાં રાખ્યા. ત્યાં મારી અવસ્થા ઘણાંજ દર્દી અને દુઃખે ભરેલી હતી. હું ત્રાસ ત્રાસ પકારી ગયે. છેલે ભવિતવ્યતાએ મને નવી ગુટિકા આપી અને મરીને હું પંચાક્ષપશુ સંસ્થાનમાં ગયા. ત્યાં મને મત્સ્ય બનાવવામાં આવ્યું.
ભવિતવ્યતા અને મત્સ્યમાંથી ફરી અપ્રતિષ્ઠાનમાં (સાતમી નારકે) લઈ ગઈ ત્યાં તેત્રીશ સાગરોપમ દુઃખમાં સબડયા કર્યો અને પછી પંચાક્ષપશુ સંસ્થાનમાં મને લઈ ગઈ અને વાઘનું રૂપ આપ્યું.
૧ આ વાર્તાને સંબંધ ખ્યાલમાં રાખો. વાર્તા વિશાળ અને કમ પ્રકૃતિઓ સાથે સંકળાઈને બનાવેલી છે, માટે એના વિભાગોમાં ધ્યાનમાં રાખ્યા વિના રસધાર તુટી જવા સંભવ છે. આ વાત મૂળ સંસારીજીવ ધનવાહનના ભવની અને ત્યાર પછીની દશા વર્ણવી રહ્યો છે. અહીતસંકેતા પ્રણાવિશાળા અને ભવ્યપુરૂષ સાંભળી રહ્યાં છે. ગુરૂ તરીકે સદાગમ બીરાજેલા છે.