________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૮૩ - ભદ્ર! ઘનવાહન પાસે માત્ર મહામહ અને પરિગ્રહ એમ એજ છે એવું નથી. મહામહની સેવામાં સાગર કૃપણુતા અને બહુલિકા વિગેરે ઘણા આંતરશત્રુઓને સમૂહ છે. આવી વિપરીત દશામાં એને ઉપદેશ કે હોય? એને વર્ણ ધર્મથી શું ? સદારામ સાથે સંબંધ કેમ સંભવે ?
એ ઘનવાહનને તું બેધ આપવા કાજે જઈશ તે તને જરાય લાભ થવાનું નથી અને સ્વાધ્યાય, દયાન, યોગની હાનિ થશે. લાભ કરતાં નુકશાન મેટું છે. ત્યાં જવાથી સયું. ભાઈ નથી જવું. વિદ્યા અને નિરીહતા :
અકલંક મુનિએ પૂછ્યું, ગુરૂદેવ આપ કહે છે તે સત્ય છે પરંતુ એ ઘનવાહનને મહાઅનર્થને કરનારા પરિગ્રહ અને મહામાહથી કયારે છૂટકારો થશે ?
ગુરૂદેવે ઉત્તરમાં જણાવ્યું, વત્સ અકલંક! તારા જેવાઓ ચારિત્રરાજના સેનાપતિ સમયમ્ દશનને સારી રીતે ઓળખે છે. એ મહત્તમ તરીકે પ્રખ્યાતિને વરેલે વ્યક્તિ છે.
રાજેશ્વર શ્રી ચારિત્રધર્મરાજે અને સમ્યગ દર્શન મહત્તમે ભેગામળી માનસિક “વિદ્યા ” નામની કન્યા બનાવી છે. એ કન્યા નિર્મળ અંતઃકરણ વાળી અને ગુણથી યુક્ત છે. વળી ચારિત્ર ધર્મરાજ અને વિરતિદેવીથી થયેલી “નિરીહતા ?
૧ નિરીહતા- કોઈપણ વસ્તુની ઇચછા ન કરવી તે. આ ગુણથી પરિગ્રહની વૃત્તિ નાશ થાય છે.