________________
મહામહ અને મહાપરિગ્રહ
૧૮૫
અરે ! ઘણીવાર તે આ બધાએ ભેગા મળી મારા ઉપર થડાઈ કરી બેસતા અને ઘણું મુશકેલીમાં મુકી દેતા. આવા
અનેક અવગુણેના કારણે સદાગમને મારા ઉપર તિરસ્કાર આવ્યું અને મને તરછોડી ચાલ્યો ગયો.
આવી પરિસ્થિતિમાં પણ હું જે ઈચ્છતે તે વસ્તુઓ મને મળી રહેતી. કઈ વસ્તુમાં કમીના જણાતી ન હતી. પાણી માગુ ત્યાં દૂધ મળતુ. આ બધા રૂડા પ્રતાપ મિત્ર પુચ્છેદયના હતા, છતાં મૂખ એ એ સત્યને જોઈ શકતે ન હતે.
ભદ્ર અગૃહીતસંકેતે ! મહામહ, મિથ્યાત્વ, રાગકેશરી અને મકરધ્વજ વિગેરેને આધીન બની ધર્મબુદ્ધિથી ભયંકર હિંસા કરવા લાગે. ધર્મના નામે ઘણું અખાડા ચલાવ્યા. ઘણાં હિંસ યજ્ઞ કર્યા.
નગરમાં કુલવતી કે કુલહીના પણ રૂપવતી કન્યાને જોઉં તે તરત જ અન્તઃપુરમાં દાખલ કરી દેતે, કઈ પણ નમણું નારીને મેં જતી નહિ કરી હોય, કામમાં એ મસ્ત બન્યો કે જાણે અધેધૂળ. અગણિત સ્ત્રીઓને પત્ની બનાવી દીધી. વિષય વિલાસ અને રંગરાગ એ મારા જીવનનું ધયેય બની ગયું. સ્પેશ્યા કે અસ્પૃશ્ય સ્ત્રીઓને પણ મેં વિવેક ન જાળવ્યો.
મારા કાળા કૃત્યોથી નગરના નાગરીકેને પ્રેમ મારા ઉપરથી ચાલ્યો ગયે. મારા ઉપર નફરત થઈ આવી. મારી સામું જોવા કેઈ રાજી ન હતું.