________________
૧૭૬
ઉપમિતિ કથા સારિદ્વાર
અલંકને વિહાર અને મારી દશાઃ
આચાર્ય ભગવંતે અને સાથે અકલંક મુનિએ બીજા સ્થળે જવા વિહાર કર્યો, પેલા મહામહ અને પરિગ્રહ મારી પાસે આવ્યા અને મેં ફરીથી એમને સહર્ષ સ્વીકાર કર્યો. થોડું ઘણું બાહ્ય ધર્માચરણ કરતે હતે એ પણ તજી દીધું. મહામહ અને પરિગ્રહમાં અટવાઈ ગયે.
ભેગની આકાંક્ષાઓ હૈયામાં જાગી એટલે હજારે સ્ત્રીએ સાથે લગ્ન કર્યા અને અન્તઃપુર ભરી દીધું. ધન મેળવવા અનેક પાપી પ્રયત્ન આદર્યા. પૃથ્વી પર સૌને નિર્ધન બનાવી દીધા. સંપૂર્ણ પૃથ્વીનું ધન મેં એકલાએજ સંગ્રહી લીધું. જગતમાં કયાંય કેઇની પાસે સેનું ચાંદી ન રહેવા દીધા. જેટલા પાપ હતા તે બધાય હું કરી છૂટ. | મારી આવી દશાથી સદાગમ પાછે ચા ગયો અને પુણ્યદય પણ ખુબ ગુસ્સે ભરાણે. બીજી બાજુ મારી પ્રિય તમા “મનસુન્દરી” નામની મહારાણી હતી. તેને શૂળની ભયંકર વેદના ઉપડી અને અલ્પ સમયમાં જ મૃત્યુના મુખમાં ધકેલાઈ ગઈ. શાકનું આગમન અને અકલંકને ઉપદેશ :
મદનમંજરીના મૃત્યુ થયાને અવસર જોઈ મહામહરાજાને વફાદાર અને સેવાના અવસરની રાહ જોતે “ક” પિતાના સ્વામી શ્રી મહામહ પાસે ગયે, નમસ્કાર કરી જણાવ્યું કે અત્યારે મને ઘનવાહન પાસે જવાની આજ્ઞા આપે.