________________
૧૫૮
" ઉપમિતિ કથા સારોદ્ધાર
ભાઈ અકલંક ! એ “ચિત્ત ” વાનર બચ્ચું આ રીતે શિવાલયમઠમાં લઈ જવા સમર્થ બને છે. આ ઉત્તમ ઉપાય ગુરૂદેવે મને જણાવ્યું.
અકલંકે એ મુનિની અનમેદના કરી. આપે ઘણું જ શ્રેષ્ઠ કાર્ય કર્યું. પછી છઠ્ઠા મુનિને વંદના કરી હું (ઘનવાહન) અને અંકલક આગળ ચાલ્યા.
વનવાહનને બંધ :
ભદ્રે અગૃહીતસંકેતે! સૌમ્ય સ્વભાવી અકલંક મુનિ ભગવંતેના વચનનો ભાવાર્થ સુનિશ્ચિત કરી એને બંધ થાય એવા સારા આશયથી મને કહ્યું, ભાઈ ઘનવાહન ! આ મુનિરાજે જે સુસ્પષ્ટ રીતે પોતાના વૈરાગ્યની વાત જણાવી તેને ભાવાર્થ તારા ખ્યાલમાં આવ્યો છે કે નહિ ?
ભાઈ ! આ મુનીશ્વરે કહ્યું કે આપણું મન માત્ર દોષોમાં જ રડવડયા કરે તે અનંત સંસાર અને અપાર દુઃખનું કારણ બને છે. જે ચિત્ત નિર્મળ બની જાય છે એ પરમપદ એવા મોક્ષનું કારણ પણ બની જાય છે.
ભાઈ ઘનવાહન! એટલા માટે જ ચિત્તની રક્ષા કરવી જોઈએ અને એજ આંતરધન છે. શ્રેષ્ઠ અને મહામૂલ્યવાન રન છે. આ ચિત્તનું રક્ષણ એટલે આત્માનું રક્ષણ છે. જ્યાં સુધી આ ચિત્ત ભેગની આકાંક્ષાથી પદાર્થો કે ધન માટે જ્યાં ત્યાં દેહાદેડ કરે ત્યાં સુધી તને સુખની સેડમ પણ કયાંથી મળી શકે. એની સુગન્ધ પણ કયાંથી આવે ?