________________
સંસાર બજાર
૧૬૧
હું મારી મોટાભાગની કર્મસ્થિતિને ઓળંગી ગયો અને લઘુકમ સ્થિતિ પાસે આવી અટકી ગયે, અહીં મહાપુરૂષાર્થ દ્વારા તેડી શકાય એવી કર્મની ગ્રંથિ આવી હતી.'
અગૃહીતસંકેતા ! પૂર્વે કહી ગએલા વામદેવની પ્રસ્તાવમાં મેં શ્રી બુધસૂરીશ્વરજી મહારાજના વચને જણાવ્યા હતા, તે તને યાદ છે ને ? ફરી યાદ કરે જોઈએ.?
પૂ. બુધસૂરિજીએ જણાવ્યું હતું કે મારે પુત્ર “વિચાર” દેશાટન કરવા નિકળ્યો હતે, તે “વિચાર” બારીકાઈથી ભવ ચક્રનું નિરીક્ષણ કરીને “માર્ગોનુસારિતાને” સાથે લઈ પાછો આવ્યા હતા.
એણે પૂ. બુધસૂરિજીના કાનમાં કહ્યું હતું કે અહંકારી અને મહાબલિષ્ઠ મહામૂહ મહારાજાએ શ્રી ચારિત્રધર્મરાજના સૈન્યને ચારેકોરથી ઘેરી લીધું છે. હું એ સાક્ષાત્ નિહાળીને આપની પાસે આવ્યો છું.
અગ્રહીતસંકેતાએ જણાવ્યું ભાઈ ! ઘાણના સુગંધની આસક્તિજન્ય દેષના વખતે તે જણાવ્યું હતું, હવે મને એ બરોબર યાદ આવી ગયું તું મૂળવાત આગળ ચાલુ કર.
સંસારીજી કથા આગળ ચાલુ કરી. ચિત્તવૃત્તિમાં નિમળતાના બીજ :
ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રધર્મરાજનું સૈન્ય અનંત કાલથી મહામાહિદિ દ્વારા ઘેરાએલું પડયું હતું. હું અકલંકની
૧ કર્મગ્રંથિ ભેદવાને ક્રમ મે. ગી.ના વિવરણમાં છે.