________________
૧૭૨
ઉપમિતિ કથા સારોદ્ધાર ભિલાષે જગતને વશ કરવા માટે પિતાના પ્રિય અને વફાદાર પાંચ માણસને મોકલ્યા હતા એમાંની આ કૃતિ પણ એક છે.
એ રાગકેશરી કર્મ પરિણામ રાજાને ભત્રીજો અને મહામેહ રાજાને પુત્ર થાય છે. એ આ વિશ્વને મહામેટે ધાડપાડુ છે. કર્મ પરિણામ રાજાના મંત્રીપદે પણ એ છે અને તે કર્મ પરિણામ રાજા જગતમાં શુભ અને અશુભ કરનારે છે એ રીતે પ્રખ્યાત બનેલો છે. એ રીતે વિશ્વાસુ બને છે.
આવી પરિસ્થિતિમાં આ કૃતિ ધાડપાડુ રાગકેશરીની કન્યા છે. એમ માની કોઈ એને સ્વીકાર કરવા રાજી ન થાય એટલે એણે એક માયાજાળ રચી. પિતાને વિશ્વાસુ દાસ હતે એને કૃતિની સેનામાં રાખી દીધે, એ ઘણે કાબેલ વ્યક્તિ હતો વળી આ કૃતિ કર્મ પરિણામ મહારાજાની પુત્રી છે, એમ પહેલા જાહેરાત પણ કરાવી દીધી. - ભદ્ર કેવિદ! આ શ્રુતિ પતિને કપટજાળમાં સપડાવી છેતરે તેવી છે. તારા માટે જરાય કલ્યાણ કરનારી નથી. ભૂલે ચૂકે એના ઉપર વિશ્વાસ રાખીશ મા. વિશ્વાસ કર્યો તો માનજે કે મુસીબતના ડુંગરા માથે પડયા.
ભાઈ ! હાલમાં તે તું શ્રુતિ ભાર્થીને સર્વથા તજી શકવા સમર્થ નથી. પણ “સંગ” દાસને તરછોડી તગડી મુકજે. વેતાના નેકર સંગથી વિખૂટી પડેલી શ્રુતિ જરાય આપતિ ઉભી કરી શકશે નહિ. માટે સંગને તું સંગજ કરીશ મા.
સંગ વિનાની અટુલી કૃતિ પ્રિય અને અપ્રિય શબ્દને સાંભળવા છતાં મધ્યસ્થા રહેશે. એને મધુર શબ્દ ઉપર મમતા