________________
૧૬૨
ઉપમિતિ કથા સારાહાર
વાત સાંભળતા હતા, તેજ વખતે એ સૈન્યમાં શ્રી સાધ મંત્રીશ્વરે શ્રી ચારિત્રરાજને અનુલક્ષીને જણાવ્યું.
દેવ ! આમ ખેદ ન કરા, હૈયે ચિંતા ન ધરે.. આપણુ સૈન્ય વિજય પ્રાપ્ત કરશે જ. એમાં શંકા કરવા જેવું નથી. કારણ કે સંસારીજીવ હાલમાં આપણા પ્રતિ સન્માનભરી નજરે જોઈ રહ્યો છે. એના હૃદય પ્રદેશમાંથી અંધકારે વિદાય સ્વીકારી છે. નિર્મળતા આવી ગઇ છે. આ લક્ષણૈાથી જાણી શકાય છે કે આપણા પ્રભુ-સ્વામી સ્હેજ પ્રસન્ન છે. એથી માની શકાય કે હૃદય ઉજ્વળ બની રહ્યું છે.
સ્વામિન્! આપશ્રી શ્રી કપરિણામ મહારાજાને પૂછી, વિચાર વિનિમય કરી સ’સારીજીવ પાસે સદાગમને મેકલે. આપણે કોઈ વિશ્વાસુ અને સમજાવટથી કામ લેનાર વ્યક્તિને મેાકલશું તેા એના વધુ પરિચયમાં આવશે અને તેથી સંસારી જીવ આપણા પક્ષ કરનારા થઈ જશે. આપણી તરફ ઉભા રહેશે.
રાજેશ્વર ! જો એ સસારીજીવ આપણા સ્વીકાર કરશે. તા મહામેાહ રાજા અને એના સૈન્યના પૂરા ખેલાવી દેવામાં સમર્થ અની જઈશું. આપણામાં ઘણી અદ્ભુત શક્તિ આવી જશે.
ચારિત્રરાજે મહામ`ત્રીની વાતના સ્વીકાર કર્યો અને કહ્યું, ભાઇ ! સ`સારીજીવ પાસે સદાગમની સાથે સમ્યગ્દર્શન નામના આ વડાધિકારીને પણ માકલીએ તા ?