________________
૧૬૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
એમાં મને શંકા નથી, પરન્તુ આ દુષ્ટ શેતાનને મારે પાતે જઈને જ હણવા છે.
હું જાતે જ યુદ્ધમાં ઉતરીશ. પરન્તુ તમારે એ વખતે મારા અંદ૨ ગુપ્ત રીતે રહેવુ તમે સૌ મારામાં તે છે જ. વળી કાઈ વાર ખાસ જરૂર પડે તેા વચ્ચે વચ્ચે સેવા કરવા આવી જવું. યુદ્ધમાં તા મારે જ જવું છે. તમે તમારે બધા અહીં જ રહેા. પરન્તુ મારા પ્રિય સેવક રણકેશરીને પુત્ર અને સાગરના મિત્ર પરિગ્રહ એકલેા મારી સહાયમાં ભલે આવે. એ એક ઘણાને ભારે પડે તેવા છે.
આ રીતે પેાતાના સૈનિકાને શિખામણુ અને સાત્ત્વના આપી સદાગમના સર્વનાશ માટે પરિગ્રહને સહુચર તરીકે સાથે લઈ મારી પાસે મહામેાહ રાજા આવી પહોંચ્યા.
હું તારલાચને ! અનાદિના અભ્યાસથી મને એ બન્નેને જોતાં જ ખૂબ સ્નેહુ જાગ્યા. થાડા સમયમાં અમારા ગાઢ સબંધ પણ થઈ ગયા. મિત્રા જેવા બની ગયાં.
એ વખતે મારા પૂજ્ય પિતાજી મૃત્યુને પામ્યા અને પુણ્યાયના પ્રગટ પ્રતાપે હું પૃથ્વીના સ્વામી શજા બન્યા. મારી આજ્ઞા અને પ્રભાવ મહા ઉગ્ર હતા, મારી સત્તાની ધાક સુંદર બેસી ગઈ. મારી વિભૂતિ અને વૈભવ પૂરજોશમાં
વધવા લાગ્યા.
ત્રણની જુદી જુદી શિખામણા :
સદાગમે જણાવ્યું, ભાઈ ઘનવાહન ! રાજ્ય અને લક્ષ્મી ક્ષણ ભંગુર છે. વિષય સધ્યાના સે।હામણા વાદળ જેવા અલ્પ