________________
૧૬૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
ત્યારે અકલકે કહ્યું, ઘનવાહન ! આ તે પોતે જ શ્રી સદાગમ છે અને મુનિઓ માટે પણ આરાધ્ધપાદ છે. એના ગુણ અનંત અપાર છે.
સંકેતા ! પ્રિય મિત્ર અકલંકના આગ્રહથી અને કાંઈક અંતરમાં આનંદ થવાથી મેં સદાગમને સ્વીકાર કર્યો, વળી અકલંકના આગ્રહથી કે દબાણથી દેવને નમી ચૈત્યવંદન કરવા લાગ્યા, ગુરૂ ભગવંતને વંદન કરવા લાગ્ય, દાન ચાલુ કર્યા અને શ્રદ્ધા વિના માત્ર ભદ્રક ભાવથી શ્રી નમસ્કાર મહામંત્ર જાપ વિગેરે કરવા લાગ્યું. મારું મન ન હતું પણ અકલંકની શરમ નડતી હતી.
અકલંક તે પિતાના વડિલની અનુજ્ઞા મેળવી શ્રી કેવિ દાચાર્યની પાસે પરમ પાવની દીક્ષા ગ્રહણ કરી અને ગુરૂદેવે બધા શિખે અને નવા અકલંક મુનિને સાથે લઈ અન્યત્ર વિહાર કર્યો.
આ રીતે ભાગ્યવાન અકલંક સુસંયમી બને.