________________
સંસાર બજાર
૧૬૩
* સદ્દધ મંત્રીએ કહ્યું, સ્વામિન્ ! આપનું કહેવું યેગ્ય છે. પરતુ સદાગમ દ્વારા સંસારીજીવ જ્યારે પ્રસન્ન બની જશે ત્યારે સમ્યગૂ દર્શનને મેકલ ઠીક રહેશે. હાલમાં સુયોગ્ય અવસરની રાહ જોવી ઠીક રહેશે. સદાગમનું આગમન :
સદધ મંત્રીની વાતને ચારિત્ર ધર્મરાજે સ્વીકાર કર્યો અને મારી પાસે આવવા સદાગમને રવાના કર્યો. શ્રી સદાગમ શીધ્ર મારી પાસે આવી પહોંચે.
મહામહ રાજાએ મારી આન્તર રાજધાનિ ઉપર કબજે રાખવા “જ્ઞાનસંવરણ” રાજાને આગળ કરેલ હતું. તેથી મહામાતાદિ નિશ્ચિત્ત હતા, પરંતુ “જ્ઞાનસંવરણ” રાજાએ
જ્યારે મારી તરફ “સદાગમને ” આવતે જે કે તરત જ તેનાથી ભય પામી અંદર ક્યાંય સંતાઈ ગયે, ત્યાંથી અદશ્ય બની ગયે. અકલંક દીક્ષા
હું અને અકલંક ત્યાંથી બધા મુનિઓના ગુરૂ શ્રી “કવિદાચાર્ય”ની સમીપમાં ગયા. અમે એમને વિધિવત્ વંદના કરી. શ્રી કેવિદાચાર્યે ધ્યાન પૂર્ણ કરી અમને “ધર્મલાભ” ને શુભ આશીર્વાદ આપ્યો . ત્યારબાદ અકલંક આચાર્ય ભગવંતને પ્રશ્નો પૂછવા લાગે અને આચાર્યદેવ એના સમાધાન આપતા હતા. પછી ગુરૂદેવે મધુર ધ્વનિએ ધર્મદેશના આપી.
દેશના આપતી વેળાએ સદાગમને ગુરૂમહારાજની પાસે જે. મેં અકલંકને પૂછયું. આ ભાગ્યવાન કેણ છે?