________________
સસાર અજાર
૧૫૯
“ જ્યારે આ ચિત્ત આશા અને આકાંક્ષાઓને તજીને નિસ્પૃહ બની જશે, મહાર ભમવાના ભ્રમને! ત્યાગ કરી એક સ્થાને સ્થિર બની જશે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે.
""
“ કાઈ ભક્તિ કરે કે સ્તુતિ કરે અને કાઇ કાપ કરે કે નિંદા કરે છતાં સૌ ઉપર તારી સમાન વૃત્તિ રહેશે, તારા ચિત્તમાં સમતાભાવ રહેશે. ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત
થશે. ”
“ પેાતાના સગા સંબધી હાય કે સ્નેહી હોય અથવા દુશ્મન હોય કે અપકાર કરનારા હોય, જ્યારે આ સર્વે ઉપર તારૂ ચિત્ત સમભાવ ધારણ કરશે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
“ પાંચ ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયે સારા હોય કે ખરાખ હાય, સુખ આપનાર હોય કે દુ:ખ દેનારા હાય,તે પણ રાગ રાષ ન થતાં સમવૃત્તિ રહેશે ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
“ એક માનવી આવી તને ચંદનનું શીતળ વિલેપન કરી જાય અથવા એક માણસ આવી ફરસીથી તારૂં શરીર છેાલી નાખે તે! પણ તારૂં ચિત્ત ખેદ ન પામે અને શાંત રહે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે.
“ સસારના પદાર્થોં પાણી જેવા છે. એમ માની તારૂં ચિત્ત પદ્મ જેવું બની નિલેપ રહેશે. પાણીથી પાષણ મેળ વવા છતાં કમળ ન્યારૂં રહે છે એમ તારૂં ચિત્ત સ`સારના લેાભામણા પદાર્થોથી ન્યારૂં થશે, ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થશે.”
-