________________
સંસાર બજાર
૧૫૭
વાનર બચ્ચા ઉપર “શુકલધ્યાન ” નામના શીર્ષ ચંદનને શીતળ લેપ કરશે.
છઠ્ઠી સ્ત્રીએ બનાવેલા પગથીયા ઉપર ચડતા જ્યારે એ અર્ધા ભાગે પહોંચશે ત્યારે એને અવિરલ આનંદ થશે, પણ એ વાનર બચ્યું ત્યાંથી આગળ વધવા માટે અસમર્થ થશે. આગળ નહિ વધી શકે.
એ વાનર બચું તારું આંતર ધન છે, જીવન છે, એટલે એ જેટલું આગળ વધતું જાય એટલે તે આગળ વધે છે. એનું ઉર્ધ્વગમન એ તારું જ ઉર્ધ્વગમન છે. હવે એ બચ્ચું આગળ વધવા અસમર્થ છે, એટલે તારે એને ત્યાંજ મૂકી ઉપર જવા પ્રયત્ન કર. બાકીના અર્ધા પગથીયાની મંજલ તારે કાપી નાખવી.
છેવટે તારે એ પગથીયાને માગ તજી દઈને આકાશમાં સ્થિર બની પાંચ હસ્વાક્ષરના ઉચ્ચાર જેટલા અલ્પકાળમાં સવ આલંબનને સર્વથા ત્યાગ કરી પેલા “કાયા” એરડાના ગર્ભગૃહને અને વાનર બચ્ચાને તજી સંસાર બજારના માર્ગને ત્યાગ કરી એક ઝપાટે ઉડી “શિવાલય” મઠમાં પહોંચી જવું.
તું એ શિવાલય મઠમાં પહોંચીશ એટલે તને ત્યાં અમંદ અને અનંત આનંદ પ્રાપ્ત થશે. એ આનંદ અનંત કાળ સ્થિર રહેનાર મળશે. એને નાશ અસંભવ છે.
મેં ગુરૂદેવને કહ્યું “જેવી આપશ્રીની આજ્ઞા.”