________________
સંસાર બજાર
૧૪૯
શબ્દ, રૂપ, રસ, ગંધ, અને વર્ણ વિગેરેને જ વિષવૃક્ષો કહેવાય છે. એના પ્રત્યેની અપ્રગટ ઈછાવિશેષ પુષ્પ અને ઈચ્છાને અતિરેક એ ફલ કહેવાય છે. વિષય ઈચ્છા થવાના આધારભૂત સાધને એને જ શાખા પ્રશાખા જણાવી છે. એ ઢાળીઓમાં અર્થાત્ વિષયોમાં મનનું જવું એજ ચિત્ત વાનર બચ્યું છે. એજ દોડાદેડ કરે છે. વ્યવહારમાં પણ બોલાય છે કે મારું મન અમુક જગ્યાએ ગયું છે. એટલે અહીંયા ચિત્તની જ ચપળ અવસ્થા જણાવી છે.
આ રીતની અર્થજનાને મને ખ્યાલ આવી ગયો. મુનિ ભગવંતના વચનને ભાવાર્થ ખ્યાલ આવી ગયો. તેથી મેં પૂછ્યું, ભંતે! આગળ શું કરવું એ કૃપા કરી જણાવે.
વત્સ! એ વાનર બચ્ચાનું શરીર ભીનું થએલું હોય છે, એટલે “કર્મ પરમાણુ” રજ ઘણું શરીર ઉપર ચૅટી જાય છે અને એ રજમાં ઝેરી અસરો હોય છે, તેથી શરીર ઉપર ચાંદા, ચાઠા અને ઘા થઈ આવે છે. રજમાં ભેદક ગુણ વધુ હોય છે. વળી એ રજની ઝેરી અસર દ્વારા શરીર બળી ગયેલી વસ્તુ જેવું શ્યામ અને ભૂખરૂં લાલ બની જાય છે. ત્યાર પછી ઉપર જણાવેલા બધા ઉપદ્રવે એને નડયા કરે છે. સંરક્ષણને ઉપાયઃ
ભદ્ર! એના રક્ષણને ઉપાય હું તને બતાવું છું. તારે “સ્વયં” નામના પિતાના હાથની અંદર “ અપ્રમાદ” નામને વજદંડ લેવું અને પાંચ ગેખલાઓ પાસે ઉભા રહેવું. જ્યારે એ બહાર જઈ વિષવૃક્ષોના ફળ ખાવા પ્રયત્ન