________________
૧૪૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
ઘેનમાં ઘેરાઈ જાય છે, સાંભળવાથી ગાંઘેલો થઈ જાય છે. ખાવાથી બેભાન થઈ ઢળી પડે છે. મરણ અર્થાત વિષયવૃક્ષેને વિચાર કરવાથી ચિત્તબાળક મરી પણ જાય છે.
અરે ! આ ચિત્ત વાનરબષ્ણુ એ વિષયવૃને આમ્રવૃક્ષે માનવાની મહાભૂલ કરે છે. આંબા માની એનું મન લલચાય એ સંભવિત છે, પછી ગોખમાંથી કુદકે મારી વિષયવૃક્ષે ભણી દેટ મૂકે છે.
એ વૃક્ષના કેટલાક ફળને “ચિત્ત” સારા માને છે અને એના ઉપર રાગબુદ્ધિ રાખે છે. ત્યારે કેટલાક ફળને સારા નથી એમ માની ઠેષ કરે છે. આ રીતે એકદમ આસક્ત બની એ વૃક્ષોની ડાળીઓ ઉપર કૂદાકૂદ કરે છે. એ ઝાડની નીચે ફળ, ફુલ, પાંદડાઓ અને બીજે કચરો ઘણે ભેગો થએલો હોય છે, એમાં આળોટે છે અને એ કચરાના ઢગલાનું નામ “ અર્થનિચય” છે.
આ કચરાના ઢગલા ઉપર ચિત્તવાનર બચ્ચું ખૂબ ગુલાટે ખાય છે અને આળોટે છે, ડાળીએ ડાળીએ ભટકે છે અને “કર્મ પરમાણુ નિચય” નામની સૂક્ષ્મ પરાગ-ધૂળથી શરીર ખરડાય છે. “ભેગનેહ” નામના જળબિંદુ ઝરમર વરસવાથી એ ભીનું થઈ જાય છે. આન્તર ભાવાર્થ :
ગુરૂદેવના વચન સાંભળી મને એનો ભાવાર્થ ખ્યાલ આવી ગયો. એટલે મેં વિચાર કર્યો કે –