________________
સંસાર બજાર
૧૪૭
દ્રની ગણના નથી, હેરાનગતિને સુમાર નથી. જ્યારે ચિત્તવાનરબચ્ચું દુઃખથી ત્રાસ ત્રાસ પિકારી જાય છે. ત્યારે કઈ વાર “રૌદ્રધ્યાન” નામના ભયંકર અગ્નિકુંડમાં પ્રવેશ કરે છે તે કઈ વાર કુર્તકરૂપ કરોળીયાના જાળાંઓથી જેનું પ્રવેશદ્વાર દેખાતું નથી. એવી “આતધ્યાનર” નામની મહાગૂફામાં પ્રવેશ કરે છે. અને પિતાને સુખ શાંતિ થશે એમ માને છે, પણ એ આશા ઠગારી જ નિવડે છે.
વત્સ ! આ વિષયમાં તારે ખુબ તકેદારી રાખવાની છે. તારે આ વિષયમાં જરા પ્રમાદ કરે નહિ. તું સાવધાન રહી ચિત્ત વાનર બચ્ચાનું રક્ષણ કરજે. એ રૌદ્રધ્યાનના અગ્નિકુંડમાં અથવા આર્તધ્યાનની ઉંડી ગૂફામાં ગબડી ન જાય એ માટે સચેત રહેજે. ચિત્ત બચ્ચાને બચાવવાને ઉપાય :
મેં ગુરૂદેવને પૂછયું, ગુરૂદેવ ! આ ચિત્તવાનરની રક્ષાના ઉપાયે કયા છે? રક્ષા માટે મારે શું કરવું જોઈએ ?
ગુરૂદેવ- વત્સ ! “ કાયા” નામના એરડા પાસે પાંચ ગોખ છે, તેની બાજુમાં જ પાંચ ઝેરી વૃક્ષો આવેલાં છે, જેને “વિષય” નામથી ઓળખવામાં આવે છે. એનું વિષ ઘણું જ ભયંકર છે.
આર્યવિષયવૃક્ષના ગન્ધથી ચિત્તબાળક મૂચ્છિત બની જાય છે, જેવા માત્રથી ચપળ બની જાય છે. સ્પર્શ કરવાથી
૧-૨ આર્ત અને રૌદ્રધ્યાનના ચાર ચાર પ્રકારે છે.