________________
સંસાર બજાર
૧૪૫
“શિવાલય” હતું. એ શિવાલયમાં “મુક્ત” નામના અનંત વ્યક્તિઓ મારા જેવામાં આવ્યા. એ બધા પરમ અને શાશ્વત આનંદને આસ્વાદ લઈ રહ્યા હતાં.
શિવાલયમાં મુક્ત લોકોને આનંદિત જોઈ મને પણ ત્યાં જવાની તમન્ના જાગી. સંસ્કૃતિ બજારથી ભારે કંટાળો આવ્યો. એના ઉપર અણગમે થઈ આવ્યો. મેં ગુરૂદેવને મુકત બનવાને ઉપાય પૂછો, એટલે ગુરૂદેવે મને મુક્ત થવા આ પાવન દીક્ષા આપી અને મેં સહર્ષ દિક્ષાને સ્વીકાર કર્યો. કર્તવ્યને ઉપદેશ :
દીક્ષા આપ્યા પછી મને ગુરૂદેવે જણાવ્યું, સૌમ્ય! તારી માલમિલકતમાં રહેવા માટે આ ઓરડે છે એનું નામ “કાયા” છે. એમાં “પંચાક્ષ” નામના ગેખલા છે. “કામણદેહ' નામે અંદરને ઓરડો “ગર્ભગૃહ” છે. એની સન્મુખ “ક્ષપશમ ” નામની બારીઓ આવેલી છે. આ ઓરડામાં એક વાંદરાનું બચ્ચું આવેલું છે. એનું નામ “ચિત્ત” રાખવામાં આવ્યું છે. એ વાનર બચ્ચે અતિચપલ છે. કુદાકુદ કરવાને અને જ્યાં ત્યાં જવાને એને સ્વભાવ છે. તારે એ ચપળ વાનર બચ્ચાની સુરક્ષા કરવાની છે. એ માટે જાગરુક રહેવાનું છે.
ભદ્ર! એ વાનર બચ્ચાને સતત દેખરેખ તળે રાખવે પડશે. નહિ તે “ કષાય” નામના ઉંદરે આવી કરડી ખાશે.
૧ કષાય ચાર છે. ક્રોધ, માન, માય અને લેભ