________________
૧૩૬
ઉપમિતિ કથા સારાહાર
ભાઈ અકલંક ! સૂરિભગવતે આ કથા મને કહી સ`ભળાવી હતી. આ કથા જ માશ વૈરાગ્યનું કારણ છે. મુનિના દ્વારા કહેવામાં આવેલી કથાના ભાવને જાણી અકલ કે મુનિને વંદના કરી અને આગળ જવા રવાના થયા. ઘનવાહન- ભાઈ! આ કથાનકના ભાવ શું છે? સ્પષ્ટ ભાવા :
ભાઈ ઘનવાહન ! કથામાં વસતપુર નગર આવેલું એને અસ'વ્યવહાર જીવરાશિ જાણવી. વેપાર કરનારા તરીકે સાર્થક નામવાળા ચારુ વિગેરે ચાર પ્રકારના જીવા સમજવા, એમાં સમુદ્રનું વન આવેલું તે આ સંસાર જાણવા. સમુ દ્રના પાર નથી દેખાતા, એમ સ’સારને પણ પાર નથી દેખાતા.
રત્નદ્વીપનું સુંદર વર્ણન આવેલું તેને આ દુર્લભ મનુષ્ય ભવ સમજવા. મનુષ્ય ભવમાંજ આત્માના નિર્મળ ગુણા પ્રાપ્ત કરી શકાય છે. એ વિના શકય જ નથી.
ચારૂના વનની ઉપમા :
જે લઘુકર્મી આત્મા મનુષ્યભવ પામીને ચારુના જેવું સુચારુ વર્તન રાખે છે અને યતિધર્મ નામના ઘણા નફા દેનાર વેપાર કરે છે. તે અલ્પ સમયમાં જ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સરલતા, નિલેૌભતા, સદાચાર, સદ્ધિચાર, ઉદારતા, મનેાસયમ વિગેરે મહા મૂલ્યવાન્ રત્ના ઉપા જન કરી લે છે અને પેાતાના આત્મારૂપ વહાણુમાં એ ઉત્તમ જ્યાતિમય રત્નસમૂહ ભરી દે છે. આવા જે જીવા હાય તે બધા ચારુની ગણનામાં ગણાય છે.